રાજકોટ
News of Friday, 27th September 2019

પ્રદ્યુમન નગર અને ગાંધીગ્રામ પોલીસે બે વાહન ચોરીના ભેદ ઉકેલ્યાઃ જયેશ અને શૈલેષ પકડાયા

રાજકોટઃ પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસે વાહન ચોરીના બે ગુના ઉકેલી બે શખ્સને પકડ્યા છે. મુળ ગોંડલના હાલ સુરત વરાછા ત્રિકમનગરમાં ભાડેથી હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતાં જયેશ ભાણાભાઇ મકવાણા (ઉ.૨૫)ને પકડી લઇ ચોરાઉ એકટીવા જીજે૦એફએલ-૨૩૫૧ કબ્જે કર્યુ છે. બે વર્ષ પહેલા આ વાહન પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાંથી તેણે ચોરી કર્યુ હતું. હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, જનક કુગશીયા, અશોક હુંબલની બાતમી પરથી પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ ઓ.પી. સિસોદીયા, શકિતસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે કાળીપાટ રહેતાં શૈલેષ મોહનભાઇ બાવળીયા (ઉ.૩૫)ને ચોરાઉ બાઇક નં. જીજે૦૩કેપી-૭૧૪૩ સાથે કોટેચા ચોકથી મઢી તરફ જવાના રસ્તા પરથી ગાંધીગ્રામના કનુભાઇ બસીયાની બાતમી પરથી પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, બ્રિજરાજસિંહ ઝાલા, વનરાજ લાવડીયા, અમીન કરગથરા, કનુ બસીયા, હાર્દિકસિંહ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલ પાટીલ સહિતે પકડી લીધો હતો.

(11:47 am IST)