રાજકોટ
News of Tuesday, 27th July 2021

ઘરેલું હિંસાના મામલે થયેલી અપીલમાં પત્નિને મંજુર થયેલ ભરણ પોષણની રકમ બમણી કરી આપવા હુકમ

એડી. આર. સેન્ટરના લીગલ કેસમાં મકાન ભાડુ ચુકવવા પણ અપીલ કોર્ટનો હુકમ

 

રાજકોટ, તા. ર૭ : ડોમેસ્ટીકની અપીલમાં પત્નીને મંજુર થયેલ ભરણ પોષણ બમણું કરી મકાન ભાડું પણ આપવાનો પતિને સેસન્સ કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

અહીંના ખોખડદડ નદીના પુલ પાસે હરીઓમ પાર્કમા રહેતી  પરણીતા સૌનલબેનના લગ્ન જુનાગઢ જીલ્લાના જાલણસર મુકામે રહેતા અને માંગરોળના  શારદાગ્રામ સ્કૂલમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા પતિ નીર્મળ દમનભાઈ પંડયા સાથે થયા  હતા અને પરણીતા ને લગ્ન જીવનથી એક સંતાન થયેલ જે હાલે પતિ પાસે છે.

આ પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા પરણીતા માવતરે પરત ફરેલ  અને તેણે પોતાના સાસરાના સભ્યો (૧) પતિ નીર્મળભાઈ દમનભાઈ પંડયા  (ર) સાસુ મંજુલાબેન દમનભાઈ પંડયા (૩) રાજકોટ રહેતી નણંદ પ્રગતિ  આશીષભાઈ રાવલ (૪) જૂનાગઢ રહેતી નણંદ પુનીતા સંન્મુખરાય વ્યાસ (૫) રાજકોટ રહેતી નણંદ પુષ્પા રમણકાંત ત્રીવેદી સામે સને ૨૦૧૭ ની સાલમા ડોમેસ્ટીક વાયોલેંન્સની ફરીયાદ તા. ૯-૧૧-૧૭ ના રોજ કરી ભરણ પોષણ તથા મકાનભાડા  સહીત અનેક રાહતો માંગેલ જેમા પતિને સરકારી નોકરી હોઈ તેનો ૪૫૦૦૦/- જેટલો પગાર  સાબીત થયેલ અને પતિને ખેતીની જમીન હોવાનું પણ સાબીત થયેલ જે કેસ ચાલીજતા નીચેની  અદાલતે પરણીતાને માત્ર પતિએ ૩૦૦૦/- માસીક ભરણ પોષણ આપવું તેવો હુકમ કરેલ હતો.

આ હુકમ થી નારાજ થતા પરણીતા ને સેસંનસ કોર્ટમાં અપીલ કરવી હોઈ તેણી  મહીલા હોઈ તેણે રાજકોટ સેસન્સકોર્ટ કંમ્પાઉન્ડમાજ ચાલતા એ.ડી.આર. સેન્ટર મા અરજી કરી  અને સરકાર ખરચે વકીલ આપી અપીલ દાખલ કરાવવા અરજ કરતા પરણીતા મહીલા હોઈ  તેને એ.ડી.આર.માથી તાત્કાલીક લીગલ પેનલ ના એડવોકેટ અંતાણીની આ અપીલમાં સરકાર  તરફથી અપીલ માટે નીમણુક થતાં શ્રી અંતાણી એ નીચેની અદાલત નો હુકમ ને પડકારતી અપીલ રાજકોટ ની સેસન્સ અદાલતમાં દાખલ કરેલ હતી.   

એ.ડી.આર. સરકારની પેનલના એડવોકેટ અંતાણીની તમામ દલીલો થી  સહમત થઈ રાજકોટની સેસન્સ અદાલતે પતીએ પત્નીને જે નીચેની અદાલતે માસીક રૂ. ૩૦૦૦/-  ભરણ પોષણનો હુકમ કરેલ તે વધારી પતીએ પત્નીને માસીક રૂ.૬૦૦૦/- દરમહીને ભરણ  પોષણના ચુકવવાનો તથા વધારામા પત્નીને દરમહીને માસીક રૂ. ૩૦૦૦/-પતી એ નીયમીત  રીતે મકામનભાડા ના પણ અલગથી ચુકવવાનો હુકમ કરેલ આમ નીચેની કોર્ટ ના રૂ. ૩૦૦૦/- નો હુકમ વધી અને ૯૦૦૦/- નો થઈ ગયેલ હતો અને આ મુજબ હવે પરણીતા પતી પાસેથી ભરણ  પોષણ ને મકાનભાડાના થઈ અને રૂ. ૪,૨૩,૦૦૦/- ચારલાખ ત્રેવીસ હજાર પુરા વસુલવા હકદાર  બનેલ અને હવેથી દર મહીને રૂ. ૯૦૦૦ / ભરણ પોષણ ને મકાન ભાડાના થઈ જતા  પરણીતાએ રાહત નો દમ લીધેલ  છે.

આ કામે પરણીતા સોનલબેન વતી રાજકોટ એ.ડી.આર. સેન્ટરના સરકારના પેનલ એડવોકેટ સંદિપ કે. અંતાણી રોકાયા હતા.

(2:52 pm IST)