રાજકોટ
News of Monday, 27th July 2020

ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પધ્ધતિઓ અંગે કાલે ટી. વી. ચેનલ અને યુ-ટ્યુબના માધ્યમથી કિશોરીઓ માટે સેટહોમ કાર્યક્રમ

ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર અને મોબાઈલમાં youtube/facebook દ્વારા @wcd Gujarat પર જીવંત પ્રસારણ

રાજકોટ : આવતી કાલ તા. ૨૮-૦૭-૨૦૨૦ ના રોજ કિશોરીઓ માટે સેટહોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની વિવિધ પધ્ધતિઓનું પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા દરમ્યાન ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર અને મોબાઈલમાં youtube/facebook દ્વારા @wcd Gujarat પર જીવંત પ્રસારણ નિહાળો અને subscribe કરો.  આ કાર્યક્રમને વધુમાં વધુ લાભાર્થીઓ નિહાળે તેવી સંકલિત બાળ વિકાસ યોજના શાખા, રાજકોટ મહાનગરપાલિકા ઘટક – ૧/૨/૩ ની અપીલ કરવામાં આવેલ છે.

(7:53 pm IST)