રાજકોટ
News of Monday, 27th July 2020

રાજકોટ જીલ્લામાં વધુ ૧પ કોરોનાં પોઝીટીવઃ દર્દીનાં નામ-સરનામાં નહિં અપાય

ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી સહિતનાં વિસ્તારોમાં નવા ૧પ કેસ આવ્યા

રાજકોટઃ જીલ્લામાં આજે બપોરે વધુ ૧પ કોરોનાં પોઝીટીવ દર્દીઓ જાહેર થયા છેઃ આજથી જીલ્લાનાં દર્દીઓનાં નામ-સરનામાં નહિં જાહેર કરવાનો નિર્ણય જીલ્લા આરોગ્ય તંત્રએ પણ લીધો છેઃ દર્દીનાં સગા-સંબંધીઓ નામ જાહેર કરવા બાબતે અધિકારીઓ સાથે માથાકુટ કરતાં હોવાનાં કારણોસર હવે માત્ર દર્દીની સંખ્યા જ જાહેર થશે.

(4:29 pm IST)