રાજકોટ
News of Monday, 27th July 2020

સૌનું સારૂ થશે... ગુજરાતભરની તમામ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય નિયમિત શરૂ : ભરત ગાજીપરા

બાળકોના હિતમાં શિક્ષણ કાર્ય નિયમિત-નિષ્ઠાથી શિક્ષણ કાર્ય શરૂ કરવા ગાજીપરાની અપીલ

રાજકોટ,તા. ર૭ : સૌ સારા વાના થશે ગુજરાતની તમામ શાળાઓના ઓનલાઇન શિક્ષણકાર્ય નિયમિત પણે શરૂ થયું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ  ગુજરાત રાજયમાં છેલ્લા અઠવાડિયાથી શિક્ષણ જગતમાં સરકાર દ્વારા થયેલો સ્વનિર્ભર શાળાઓ વિરૂધ્ધનું  જી.આર.ને કારણે ખૂબ જ અરાજકતા ઉભી થયેલી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ - ગુજરાત રાજય દ્વારા  હાઇકોર્ટમાં રીટ સબમીટ કરેલી. જેથી હાઇકોર્ટ દ્વારા આ બાબતે ન્યાયની શ્રધ્ધા સાથે ગુજરાત રાજયના અભ્યાસ કરતાં  બાળકોનું શૈક્ષણિક અહિત ન થાય તે માટે સ્વર્નિભર શાળા સંચાલક મહામંડળ - ગુજરાત રાજયની થયેલી સાધારણ સભામાં  થયેલા ઠરાવ મુજબ બાળકોનું શૈક્ષણિક હિત વિચારી તમામ શાળાઓ ઓનલાઇન શિક્ષણ શરૂ કરે તેવુ ઠરાવવામાં આવ્યું.  જેથી આજથી ગુજરાત રાજયની તમામ સ્વનિર્ભર શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપવા શરૂ થઇ ગયેલ છે. તમામ  વાલીઓને આ શિક્ષણ કાર્યમાં સહકાર આપવા તેમજ તમામ શિક્ષકોને આ શિક્ષણ કાર્ય કરવા આહવાન કરવામાં આવેલું.  આ પરિપત્રને અનુસંધાને બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે ન્યાય મળશે, શિક્ષકોને નિયમિત પગાર માટે પણ ન્યાય મળશે  અને ગુજરાત રાજયમાં શિક્ષણક્ષેત્રમાં સરકાર દ્વારા થયેલી ખોટી માનસિકતા માટે ન્યાય મળશે તેવી અમે શ્રધ્ધા રાખીએ  છીએ. તો તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ - ગુજરાત રાજયના પ્રમુખ તરીકે  આહવાન કરું છું. બાળકોના હિતમાં શિક્ષણ કાર્ય નિયમિત અને નિષ્ઠાથી કરી અને ફરીથી શાળાઓ શિક્ષણથી ધમધમતી  થાય.  તેમ  જણાવ્યું હતું.

(4:00 pm IST)