રાજકોટ
News of Monday, 27th July 2020

રર૮૮ વાર જગ્યામાં ભાજપનું ૩ માળનું અદ્યતન કાર્યાલય બનશેઃ ૫૫૫ની ક્ષમતાનું ઓડીટોરીયમ

રાજકોટ તા. ર૭: શીતલ પાર્ક મેઇન રોડ, મોચીનગર કો. ઓપ. હાઉસીંગ સોસાયટીના કોમ્યુ. હોલ સામેનો રસ્તો, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન તથા રાજકોટ મહાનગરનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનનાર છે.

* કુલ ૧૯૧૩ ચો.મી. (રર૮૮ ચો. વાર) જગ્યામાં આયોજન.

* ર૩૦.પ૦ ચો.મી. (ર૭પ.૬૦ ચો. વાર) નો કોમન પ્લોટ (ખુલ્લી જગ્યા) મુકેલ છે.

* કુલ પ૧૦૦ ચો.મી. (પ૪૯૦૦ સ્કે. ફુટ)નું આર.સી.સી.નું ભુકંપપ્રુફ બાંધકામ.

* સેલર તથા ૩ માળનું બાંધકામ

* સેલરમાં પાર્કીંગ તથા સ્ટોરૂમ

* ગ્રાઉન્ડ ફલોરમાં સંપૂર્ણ પાર્કીંગવાળું બીલ્ડીંગ.

* ફર્સ્ટ ફલોરમાં શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, કાર્યાલય મંત્રી, મહિલા મોરચો તેમજ અન્ય મોરચાઓ, પ્રેસ મીટીંગ રૂમ, આઇ.ટી. વોરરૂમ, સોશ્યલ મીડીયા, કાર્યાલય, પેટ્રી, વેઇટીંગરૂમ, કવર્ડ ટેરેસ તથા ટોયલેટરૂમનું આયોજન.

* સેકન્ડ ફલોરમાં મધ્ય પ્રદેશ પ્રમુખની ઓફીસ, અલગ-અલગ મોરચા સેલની ઓફીસો, લાઇબ્રેરી, કોન્ફરન્સરૂમ, એકાઉન્ટ ઓફીસ, વેઇટીંગ રૂમ, પેન્ટ્રી તેમજ ટોઇલેટ રૂમનું આયોજન.

* થર્ડ ફલોરમાં પપપ સીટનો કોન્ફરન્સ હોલ, વેઇટીંગ એરીયા તેમજ ટોઇલેટ રૂમનું આયોજન.

* આ બીલ્ડીંગમાં ત્રણ લીફટ, બે સીડી, રેમ્પ, અગાસીમાં રૂપટોપ સોલાર પેનલ, તેમજ આગામી રપ વર્ષને ધ્યાને રાખી આધુનીક ટેકનોલોજી તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બધી સગવડતાવાળું સેમીગ્રીન બીલ્ડીંગનું આયોજન.

* આ બાંધકામ પૂર્ણ થતા આશરે દોઢ વર્ષ લાગશે.

(3:58 pm IST)