રાજકોટ
News of Monday, 27th July 2020

મોરબી રોડ પર ભુલા પડેલા ગોંડલના સંજય વાંજાના વાલીની શોધ

રાજકોટ,તા.૨૭: બી ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ. અશ્વિનભાાઇ રાઠોડ રાત્રે પેટ્રોલીંગમાં હતા. ત્યારે મોરબી રોડ સોમનાથ સોસાયટી પાસેથી એક તરૂણ મળી આવતા પોલીસે પુછપરછ કરતા તેણે પોતાનું નામ સંજય દીલુભાઇ વાંજા (ઉવ.૧૨) (રહે.ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદીના કાંઠે) જણાવ્યું હતું. તે તેના પિતાને શોધવા માટે રાજકોટ આવ્યા બાદ ભૂલો પડી ગયો હોવાનું જણાવ્યું હતું. તેણે બ્લુ કલરનું જીન્સ, કેસરી કલરનું ટી-શર્ટ પહેરેલ છે. તેના જમણા હાથના કાંડા પાસે 'સંજય' અને અંગ્રેજીમાં કે.ડી.ટી ત્રોફાવેલ છે. જો કોઇ આ તરૂણના વાલી વારસ હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન. નં.૦૨૮૧-૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:53 pm IST)