રાજકોટ
News of Monday, 27th July 2020

રહેંણાક મિલ્કત વેરા વળતર યોજનના છેલ્લા ૪ દિ': રૂ. ૯૫.૬૯ કરોડ આવક

કોર્મશીયલ મિલ્કત ધારકોને ૩૧ ઓગસ્ટ સુધીમાં ૨૦ ટકા વળતરઃ ૧.૯૭લાખ કરદાતાઓએ લાભ લીધોઃ ગત વર્ષ કરતા આ વર્ષ ૨૧ કરોડની ઘટ્ટ

રાજકોટ,તા.૨૭: મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાની તીજોરીમાં ૧.૯૭ લાખ કરદાતાઓએ રૂ.-૯૫.૬૯ કરોડ ઠાલવ્યા છે.ગત વર્ષ કરતાં ૨૧ કરોડની ઓછી આવક થવા પામી છે. રહેણાંક મિલ્કત ધારકોને ૧૦ થી ૧૫ ટકા સુધી ૩૧ જુલાઇ સુધી અને કોર્મશીયલ મિલ્કત ધારકોને ૩૧ ઓગસ્ટ સુધી ૨૦ ટકા વેરામાં વળતરનો લાભ મળશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા દર વર્ષે નીયમીત કરદાતાઓક માટે એપ્રિલ થી ૩૧ મે સુધી પુરૂષ મિલ્કત ધારકો માટે ૧૦ ટકા અને મહિલા મિલ્કત ધારકો માટે ૧૫ ટકા તથા જુન થી જુલાઇ સુધી ૫ થી ૧૦ ટકા વળતર આપવામાં આવે છે. જયારે આ વર્ષે લોકડાઉનને કારણે રાજય સરકાર દ્વારા કોર્મશિયલ મિલ્કત ધારકોને ૧૦ કટા વળતર યોજના ૩૧ જુલાઇ સુુધી તથા કોર્મશીયલ મિલ્કત ધારકોને ૨૦ ટકા વળતર યોજના ઓગસ્ટ સુધી અમલી બનાવી છે.

મ્યુનિ.કોર્પોરેશન તંત્ર દ્વારા વળતર યોજના તબક્કા વાઇઝ શરૂ કરવામાં આવી હતી. પહેલા માત્ર ઓનલાઇન બાદ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર તથા બેંકો વગેરે સ્થળોએ આજ દિન સુધીમાં ૧.૯૭ લાખ કરદાતાઓએ કુલ રૂ.૯૫.૬૯ કરોડનો વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો.

જયારે ગત વર્ષ એટલે તા.૧ એપ્રિલ ૨૦૧૯ થી ૨૭ જુલાઇ ૨૦૧૯ સુધીમાં ૨.૨૨ લાખ કરદાતાઓ દ્વારા કુલ ૧૧૬.૭૭ કરોડની આવક થવા પામી હતી. આમ આવર્ષે લોકડાઉનની ઇફેટક જોવા મળી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રૂ.૨૧ કરોડની ઓછોી આવક થવા પામી છે.

ઝોન વાઇઝ આંકડા

ઝોન    કરદાતા        આવક 

સેન્ટ્રલ ૮૪,૪૯૧       ૪૦.૭૭ કરોડ

વેસ્ટ    ૯૭,૭૪૮       ૫૬.૨૭ કરોડ

ઇસ્ટ    ૩૯,૯૨૪       ૧૯.૭૨ કરોડ

(3:52 pm IST)