રાજકોટ
News of Monday, 27th July 2020

કાલે ૨૮ જુલાઇ : વર્લ્ડ હિપેટાઇટીસ ડે

હિપેટાઇટીસ વાઇરસ દ્વારા ફેલાતો રોગ ઇન્ફેકશનની સીધી અસર લીવર પર થાય છે

રાજકોટ : ર૮ જુલાઈના વર્લ્ડ હિપેટાઈટીસ ડે છે. હિપેટાઈટીસ શુ છે?,તેના પ્રકાર કેટલા છે,તે વ્યકિત ને કઈ કઈ રીતે નુકશાન પહોંચાડી શકે છે. તે અંગેની ખુબ જ સરળ ભાષામા વિસ્તૃત માહિતી એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પીટલના વરિષ્ઠ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને લીવરના રોગના નિષ્ણાંત ડો.પ્રફુલ કમાણી એ આપેલ છે. હિપેટાઈટીસ વાઈરસ બહાર ફેલાઈ છે. તેના કારણે થતા ઈન્ફેકશનની સીધી અસર લીવર ઉપર થતી હોય છે.એકવાર લીવરને નુકશાન થાય પછી રિકવરી આવતા મહિનાથી વર્ષનો સમય લાગતો હોય છે.હિપેટાઈટીસના કુલ ચાર પ્રકાર છે.આ બધા પ્રકારની વિસ્તૃત માહિતી અને છણાવટ ડો. કમાણીએ કરેલ છે. 

ડો.પ્રફુલ કમાણીના જણાવ્યા મુજબ વિશ્વમાં ર૯ કરોડ લોકો વાઈરલ હીપેટાઈટીસ–બી થી અજાણતા સંક્રમિત છે. નિદાન થયા વિના ધણા લોકો મૃત્યુ પામે છે. ર૮ જુલાઈ – વર્લ્ડ હીપેટાઈટીસ ડે ના દિવસે આપણે અજાણતા સંક્રમિત થયેલા લોકોને શોધીએ અને લોકોમા જાગૃતતા ફેલાવીએ. હીપેટાઈટીસ ના વિવિધ પ્રકાર છે એ, બી, સી, અને ઈ. તે ચેપી રોગને અટકાવવા, નિદાન કરવા અને સારવાર કરવાનો આ દિવસે વિશેષ પ્રયત્ન કરીએ છીએ. હીપેટાઈટીસથી વિશ્વના કરોડો લોકો સંક્રમિત થયા છે તેનાથી લોકોમા લીવરની તકલીફ થાય છે અને તેના કારણે૧.૩૪ કરોડ લોકો મૃત્યુ પામેલ છે.

ડો.કમાણીએ વધુમા જણાવેલ હતુ કે હીપેટાઈટીસ–બી (ઝેરી કમળા) વિષે જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામા આવે છે. આ વિચાર સૌ પ્રથમ કટક –ઓડિસામાં થયો હતો તેનોે વિચાર બ્લબર્ગ ની ઓટોબાયોગ્રાફીમા પ્રોફેસર એચ.પી.સીંધ અને પેટ અને આંતરડાના રોગોના ચીફ એસ.સી.બી. કટક એ ર૮ જુલાઈ હીપેટાઈટીસ દિવસની ઉજવણી પોતાના ઈન્સ્ટીટયુટમા કરી હતી. ૬૩મા વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમા મે ર૦૧૦, વર્લ્ડ હીપેટાઈટીસ ડે ને વૈશ્વિક સમર્થન આપવા અને દેશ– વિદેશમાં જાગૃતિ લાવવા ર૮ જુલાઈ ને હીપેટાઈટીસ– બી વાઈરસની શોધ નોબેલ લ્યુરેટ બારૂચ સેમ્યુઅલ બ્લમબર્ગ એ કરી હતી. વાઈરલ હીપેટાઈટીસની જાગૃતિ  લાવવા આ દિવસની ઉજવણી કરવામા આવે છે

ડો.કમાણીએ વધુમા જણાવેલ હતુ કે વર્લ્ડમા વાઈરલ હીપેટાઈટીસની જાગૃતિ  લાવવા આ દિવસની ઉજવણી કરવામા આવે છે જેથી તેને ફેલાતો અટકાવી શકાય.વર્લ્ડ હીપેટાઈટીસ ડે ૧૦૦ જેટલા દેશોમા ઉજવવામાં આવે છે. તેના વિષેના પોસ્ટર, વિના મુલ્યે તપાસ, તેના વિષેના વાર્તાલાપ અને રસીકરણ વગેરે દર વર્ષે W.H.O. હીપેટાઈટીસની જાણકારી બહાર પાડે છે.કમળો થયેલ વ્યકિતએ જીમમા જવાનુ,રમવાનુ,કસરત કરવાનુ બંધ કરી દેવુ જોઈએ કેમ કે જો પુરતી કાળજી રાખવામા ન આવે તો તે ફરી ઉથલો મારી શકે છે અને તે જીવલેણ સાબીત થાય છે.આ રોગનો જડમુળથી નાશ કરી શકાતો નથી પરંતુ તેમાથી બચી જરૂર શકાય છે.

ડોકટરની સલાહ કયારે લેવી  

જો તમને હીપેટાઈટીસ–એ ના ચિન્હો હોય તો ડોકટરની સલાહ લેવી,બાળકોમાં હીપેટાઈટીસ–એ ની રસી અથવા રોગપ્રતિકારક શકિત વધારવાના ઈન્જેકશન લેવાથી હીપેટાઈટીસ–એ થી રક્ષણ મળી શકે છે.હીપેટાઈટીસ–એ ની રસી માટે તમારા ડો. ની સલાહ લેવી જાઈએે. તમે વિદેશ મુસાફરી કરવાના હોવ ત્યારે ખાસ કરીને મેકિસકો, સાઉથ અને સેન્ટ્રલ અમેરિકા જયા બિમારી જલ્દી ફેલાઈ શકે તેવો વિસ્તાર,તમારુ કોઈ નજીકના વ્યકિતને હીપેટાઈટીસ–એ થી પીડાતા હોઈ ત્યારે. 

હીપેટાઈટીસ–એ જે વાઈરસ થી થાય છે તેનાથી લીવરના કોષોમા સોજો આવે છે.આ સોજાના લીધે લીવરના કાર્યમા તકલીફ પડે છે અને તેના ચિન્હો દેખાવાની શરૂઆત થાય છે. આ વાઈરસ સૌથી વધારે પ્રદૂષિત ખોરાક અને પ્રદૂષિત પાણી પીવાથી થાય છે.આ વાઈરસ છીંક અથવા ઉધરસથી ફેલાતો નથી.અહિં થોડા ઉદાહરણો આપ્યા છે જેનાથી હીપેટાઈટીસ–એ ફેલાઈ શકે છે

વાઈરલ હીપેટાઈટીસના ચિન્હો

હીપેટાઈટીસ–એ ના ચિન્હો થોડા સમય સુધી બહાર આવતા નથી પરંતુ જો કમળો હોય તો એના ચિન્હો જેવા કે

૧  થાક લાગવો

૨  અચાનક ઉલટી ઉબકા થવા

૩  પેટમા દુઃખાવો

૪  માટી જેવા કલરનો મળ આવવો

૫  ભુખ ના લાગવી

૬  તાવ આવવો

૭  પીળો પેશાબ આવવો

૮  સાંધાનો દુઃખાવો–ચામડી અને આંખ પીળી પડી જવી

૯  ખંજવાળ આવવી જેવા તમામ  ચિન્હો ઓછા કે વધારે પ્રમાણમા થોડા સમય સુધી રહે છે.

૧૦     ઘણીવાર હીપેટાઈટીસ–એ નો રોગ મોટી બિમારીમાં પરિણમે છે અને ઘણા મહિનાઓ સુુધી વ્યકિત બિમાર રહે છે.

માર્ગદર્શન અને માહિતી

ડો. પ્રફુલ કમાણી

વરિષ્ઠ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ

એમ.ડી. (મેડીસીન) ડી.એન.બી. (ગેસ્ટ્રો)

એન.એમ.વિરાણી વોકહાર્ટ

હોસ્પિટલ, રાજકોટ.

(3:46 pm IST)