રાજકોટ
News of Monday, 27th July 2020

તમે R.O.નું પાણી પીવો છો તો ચેતી જજો

૧ લીટર દીઠ ૫૦૦ એમજી.થી ઓછું TDS કરી શકે માનવ શરીરને બિમારઃ જો તમે પણ R.O.નું શુદ્ધ પાણી પીઓ છો જાણી લો આ R.O.નું 'અશુદ્ધ' તથ્ય

રાજકોટઃ દેશના વિવિધ મહાનગરોમાં પાણીની દુષિત સ્થિતિ વધુ વિકટ બનતી જાય છે જેના લીધે ખાસ આ વિસ્તારમાં R.O પ્યુરિફાયરનો ધંધો ધીકતો જોવા  મળી રહ્યો છે, આ તકે વિચારવાની વાત એ છે કે R .O પ્યુરિફાય થયેલું પાણી લાંબાગાળે નુકશાન તો નથી કરતું ને! માનવ શરીરની સંરચનાને આ R .O પ્યુરિફાય પાણી કેટલું ફાયદાકારક અને કેટલું નુકશાન કરે છે તે જોવું જરૂરી છે.

R .O પ્યુરિફાયર થયેલું પાણી જાણકારોના મત અનુસાર જો એક લીટર પાણીમાં ૫૦૦ મિલીગ્રામ થી ઓછું TDS હોય તો તે માનવ શરીર માટે નુકશાનકારક છે. રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણ NGTની વિશેષ સમિતિ એ  કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને સલાહ આપી છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં R .O પ્યુરિફાયરને બંધ કરવાનો આદેશ આપે NGTના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતામાં એક સમિતિએ લોકોના સ્વાસ્થ્ય ઉપર અને પર્યાવરણને પ્રતિકૂળ અસર શું જોવા મળે છે તેની વાત કહી હતી જે વાત અનેક દ્રષ્ટિથી વિચારતા કરી મૂકે તેવી હતી. વાત એમ હતી કે છેલ્લા કેટલાક સમયથી લોકો તેના સ્વાસ્થય માટે જાગૃત થયા છે એવામાં R .O પ્યુરિફાયર નું પાણી પીવાથી લાંબા સમયે શરીરને નુકશાન થાય છે તે વાત લોકોને ધ્યાને આવવી અત્યંત જરૂરી છે. શરીરમાં કેલ્શિયમ, ઝીંક,અને અન્ય મિનરલ્સની ઓછી માત્ર નુકશાન કરી શકે છે અને કેટલાક રોગને આમંત્રણ આપી શકે છે એવામાં R .O પ્યુરિફાયરનું પાણી પીવાથી શરીરમાં આ જરૂરી તત્વો અને મિનરલ્સની માત્ર ઘટી શકે છે ઉપરાંત જો પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ૧ લીટર પાણી પ્યુરીફાય કરવા માટે ૩ થી ૪ લીટર પાણીનો બગાડ થાય છે.(૩૦.૯)

WHOનો શું છે પત્ર

WHO એ પાણી માટેનું એક ખાસ પત્ર જાહેર કર્યું છે તે અનુસાર 300 mg. થી ઓછું TDS ધરાવતું પાણી અતિઉત્ત્।મ માનવામાં આવે છે. જયારે 900 mg. પ્રતિ લિટર TDS ને તદ્દન વ્યર્થ પાણી માનવામાં આવે છે. 1200 mg. પ્રતિલિટર થી વધુ TDS વાળું પાણી હાનિકારક છે, એવામાં NGT એ વધુમાં વધુ 500 mg. TDS ને આદર્શ માને છે.

વિવિધ બીમારીઓ

મહાનગરોમાં RO નું પાણી ખુબ જ જોવા મળે છે, પણ આ પાણી લાંબાગાળે શરીરને નુકશાન કરે છે, જેમાં શરીરમાં ગેસને લગતી બિમારી, હાડકાની બિમારી જેમાં ઓસ્ટીઓપોરેસિસ, આર્થરાઇટિસ જેવા રોગ જોવા મળે છે. આ પરંતુ ઈન્ફેકશનથી થતા રોગો જોવા મળે

BARK એ વિકસાવેલ ટેકિનક

ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર (BARK) એ RO પ્યુરિફાયરનો સસ્તો વિકલ્પ શોધી બતાવ્યો છે. જે સસ્તું પણ છે અને સુરક્ષિત પણ છે. મેંમ્બરિં ઉપર આધારિત આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેના લીધે શુદ્ઘ પાણી માટે વધારાના પાણીનો બગાડ પણ થતો નથી. જે. ડેનિયલ ચેલપ્પામ મુખ્ય વૈજ્ઞાની છે.

TDS શું છે?

TDS એટલે પાણીમાં અકાર્બનિક લવણ જેની સાથે કાર્બનિક પદાર્થોની માત્રા નક્કી કરે છે, પાણીના તત્વો સામાન્ય રીતે પાણી એટલે H2O પણ પાણી કયાં તત્વો હોય છે તેની શું તમને જાણ છે? ખનીજ માં લવણ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, આયોડીન, વગેરે તત્વો હોય છે.

ગત વર્ષે ૩૯૧.૪ મિલિયન ડોલરનો બિઝનેસ

દેશમાં RO નો ધીકતો ધંધો ૨૦૧૯માં ૩૯૧.૪ મિલિયન ડોલર શુદ્ધિ જોવા મળ્યો છે. જે દરવર્ષની વૃદ્ધિ ૧૩.૩ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૨૪ માં ૮૧૮ મિલિયન ડોલર સુધી થવાની શકયતા જોવા મળે છે. આ RO ના ધંધા સાથે જોડાયેલા લોકો જાણે છે કે ભારતમાં અશુદ્ઘ પાણીને લીધે દાંતની બિમારી , અલ્સર, કેન્સર, લીવરની બીમારી, અને હાડકાની બીમારી થતી જોવા મળે છે જેને લીધે તેમનો ધંધો વધુ ને વધુ સબળ બનતો જાય છે.

(3:45 pm IST)