રાજકોટ
News of Monday, 27th July 2020

વીણા વર્લ્ડ અને શ્રી હરિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વિરૂધ્ધ રૂ.૬,ર૩,૭૦૦ ખર્ચ સહિત પરત મેળવવા ગ્રાહક કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૭ : રાજકોટના રહીશ આશિષભાઈ ઘીયાએ વીણા વર્લ્ડ નામની ટુર ઓપરેટીંગ કંપની  તથા રાજકોટ સ્થીત પ્રિફર્ડ સેલ્સ પાર્ટનર શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ થુ સોનલ હિરપરા, ઠે.  જી-૩૧૧, ઈસ્કોન મોલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટના સામે ગ્રાહક તકરાર નિવારણ  કમીશનમાં ફરીયાદ કરેલ છે.   

ફરીયાદની વિગતો મુજબ વીણા પાટીલ હોસ્પીટાલીટી પ્રા.લી. કંપની છે. જેઓ દેશ -વિદેશમા 'વીણા વર્લ્ડ'ના નામથી ટ્રાવેલ એન્ડ હોસ્પીટાલીટી બિઝનેશ કરે છે. સદરહુ કંપનીમાં  વીણા પાટીલ, સુનિલા પાટીલ, સુધિર પાટીલ, નીલ પાટીલ અને અભિજીત ગોહિલ ડાયરેકટર  છે જેની મુખ્ય ઓફિસ નિલકંઠ કોર્પોરેટ પાર્ક, ૭મો માળ, કિરોલ રોડ, વિઘાવિહાર (વે.),  મુંબઈ, મહારાષ્ટ્ર મુકામે આવેલ છે. જયારે શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જે તે કંપનીના સેલ્સ  પાર્ટનર છે અને ઉપર્યુકત સરનામે તેની ઓફિસ આવેલ છે.   

ફરીયાદીએ સામાવાળાઓ પાસે 'ઇટાલી સ્વીસ પેરીસ'ના નામથી ઓળખાતી યુરોપ .  ફેમીલી ટુરનું ફેબ્રુઆરી - ૨૦૨૦માં બુકિંગ કરાવેલ. આ બુકિંગ વીણા વર્લ વતી તેના રાજકોટ  સ્થીત પ્રીર્ફડસેલ્સ પાર્ટનરએ કરેલ અને રાજકોટ મુકામે તા ૨૦/૦૨/૨૦ થી તા. ૦૫/૦૩/૨૦ના  સમય દરમ્યાન ફેમીલી ટુર માટે રા. ૬,૨૩,૭૦૦/- રોકડા તથા ચેકથી પ્રાપ્ત કરેલ તેમજ  વિઝા કરાવવાના બહાને ફરીયાદી, તેના પત્ની તથા પુત્રીનો અસલ પાસપોર્ટ લઈ લીધેલ.  

 ફરીયાદી પાસેથી ફેમીલી ટુરના બહાને છેલ્લે તા. ૦૫/૦૩/૨૦ના રોજ રકમ પ્રાપ્ત  કર્યા બાદ ૧૫ દિવસની અંદર કોવિડ - ૧૯ની પરીસ્થીતી સર્જાતા તા. ૧૩/૦૪/૨૦ના રોજ  ફરીયાદીને મુંબઈથી ફોન કરી સામાવાળાઓએ જાણ કરેલ કે, ફરીયાદીએ તા. ૨૮/૦૫/૨૦  થી તા. ૦૭/૦૬/૨૦ દરમ્યાનની બુક કરાવેલ યુરોપ ટુર સામાવાળાઓએ કેન્સલ કરેલ છે.  વિશેષ માહિતી માટે સામાવાળાની વેબસાઈટ ચેક કરવા જણાવેલ.    ફરીયાદી શ્રી હરી ટુર્સ ટ્રાવેલ્સની રાજકોરે સ્થીત ઓફિસએ ગયેલ પરંતુ તા.૧-૬-ર૦ર૦ થી જે તે ઓફિસ સદતર બંધ અને તેના રીપ્રેઝન્ટેટીવએ તેનો ફોન સ્વીચ ઓફ  રાખેલ. ત્યાર બાદ ફરીયાદીએ સામાવાળાઓને ફોન કરી, તેમણે ચુકવેલ યુરોપ ટુર માટેની  રકમ તથા અસલ પાસપોર્ટ પરત માંગેલ. જેના જવાબમાં સામાવાળાઓએ ઈ- મેઈલ થી  પ્રત્યુતર આપેલ કે તેઓ ફરીયાદીએ ચુકવેલ રકમ રીફંડ નહી આપે અને તે રકમ ભવિષ્યની  માર્ચ- ૨૦૨૧ની ટુરમાં ઉપયોગ કરી લેવાનો રહશે, તે દરમ્યાન તે રકમ સામાવાળા ડીપોઝીટ  તરીકે રાખશે. વિશેષમાં આ પ્રમાણેની સ્કીમમાં ટ્રાન્સફર થવા રૂમ. ૧૧,૦૦૦/- પ્રપોઝડ ટુર  ટ્રાન્સફર ચાર્જીસ તરીકે સામાવાળાને ચુકવવો પડશે. તેમજ ફ રીયાદી તથા તેના ફેમીલી મેમ્બ્સના  અસલ પાસપોર્ટ પરત કરવા માટે તૈયારી દર્શાવેલ નથી કે કોઈ પ્રત્યુતર આપેલ નથી.   

સામાવાળાઆ રીતે લાખો રૂપિયાની રકમ તથા સામાવાળાના પાસપોર્ટ દબાવી દઈ,  લાખો રૂપિયાની રકમ ગેરકાયદેસર રીતે અંગત કબ્જે રાખી, ફરીયાદીની ભવિષ્યની સગવડતા  અગવડતા જોયા વગર, ફરીયાદીને ભવિષ્યમાં ફોરેન ટુર કરવા દબાણ કરતાં હોય વિકલ્પે  ૫૦ટકા રકમ કાપી લેવાનું જણાવતા ફૈયાદીએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં  ફરીયાદ દાખલ કરેલ છે. જેમા કેસની વિગતો ધ્યાને લઈ વીણા વર્લ્ડના જવાબદાર ડાયરેકટર્સ  તથા શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જવાબદાર અધિકારીને હાજર થવા નોટીસ કરેલ છે.   

વતી વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી, વિવેક ધનેશા, રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:44 pm IST)