રાજકોટ
News of Monday, 27th July 2020

વોર્ડ નં.૧૦ માં શિવસંગમ સોસાયટીમાં પેવર બ્લોકનું કામ

 વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ શિવસંગમ સોસાયટીમાં પેવર બ્લોકનું કામ શરૂ કરાતા શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, સ્થાનીક અગ્રણી શિવસંગમ સોસાયટી પ્રમુખ વલ્લભભાઇ વોરા, હર્ષીદાબેન ખજુરીયા, અરવિંદભાઇ ટીલાળા, દીલીપભાઇ વોરા, ધર્મેશ કાનાબાર, કાંતિભાઇ, વિનુભાઇ પટેલ, દિનેશભાઇ રાઠોડ, અનિરૂધ્ધભાઇ મૈત્રા, વિરાભાઇ હુંબલ, છગનભાઇ, નારશીભાઇ દોંગા, યશ પટેલ, જીતુભાઇ, ક્રિષ્નાબેન વોરા, સંગીતાબેન, દક્ષાબેન, નીશાબેન, નિર્મલાબેન, મનીષાબેન, હર્ષાબેન, જયશ્રીબેન, રીટાબેન મારૂ સહીતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:50 pm IST)