રાજકોટ
News of Monday, 27th July 2020

જેલમાંથી પેરોલ જંપ કરનાર ભાવનગરની હત્યાનો કેદી સોયેબ જેડા ઝડપાયો

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સેન્ટ્રલ જેલમાં પેરોલ રજા પર છૂટયા બાદ પાંચ માસથી ફરાર ભાવનગરની હત્યાના ગુનાના કેદીને આરઆર સેલની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના ડી.આઇ.જી. સંદિપસિંહએ જિલ્લામાં પેરોલ - ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે સૂચના આપતા સ્કવોર્ડના પીએસઆઇ જે.એસ.ડેલા તથા ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિંહ પરમાર સહિતે બાતમીના આધારે ભાવનગર ડી-ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો કેદી સોયબ હેદરભાઇ જેઠા (રહે. ભાવનગર, કુંભારવાડા નારી રોડ, હાઉસીંગ બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૩૧૮)ને મોરબી ક્રિષ્ના હોટલ પાસેથી ઝડપી લીધો હતો. સોયબ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ પાંચ માસથી ફરાર હતો.

(2:42 pm IST)