રાજકોટ
News of Monday, 27th July 2020

સરધારમાં નટુ સાંપજાના મકાનમાં જુગાર રમતા નવ પકડાયા : જાહેરનામાં ભંગનો ગુનો

આજીડેમ પોલીસના બે દરોડા : ત્રંબામાં જુગાર રમતા છ પકડાયા : યુનિવર્સિટી પોલીસે જનકપુરી કોમ્પ્લેક્ષના ફલેટમાંથી સાત મહિલાને પત્તા ટીંચતા ઝડપી લીધી

રાજકોટ,તા.૨૭ : ભાવનગર રોડ પર સરધાર ગામમાં રહેતા પટેલ પ્રોઢ સંચાલીત જુગાર ધામ પર આજીડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા બાદ નવ શખ્સોને પકડી લીધા બાદ નવ શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તથા ત્રંબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી એમ.એલ. રાઠોડની સૂ,નાથી આજીડેમ પોલીસ મથકના  પીઆઇ વી.જે. ચાવડાની માર્ગદર્શન હેઠળ પી એસઆઇ. જી.એન. વાઘેલા, પી એસ આઇ. એમ. એમ. ઝાલા, એ એસ.આઇ. રવીરાજસિંહ જાડેજા, કોન્સ ધમેન્દ્રસિંહ, જયપાલભાઇ, યોગેન્દ્રસિંહ અને ભીખુભાઇને મળેલી બાતમીના આધારે સરધાર ગામમાં રહેતા નટુ લવજીભાઇ સાંપજા(ઉવ.૫૬)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીકે નટુ સાંપજા તથા સરધારગામમાં રહેતા રવી હસમુખભાઇ સાંપજા (ઉવ.૨૮) મયુર વસંતભાઇ વડુકીયા (ઉવ.૨૮), રાહુલ નટુભાઇ સાંપજા (ઉવ.૨૮), પરેશ જેન્તીભાઇ સાંપજા (ઉવ.૩૫), જયદીપ નટુ સાંપજા (ઉવ.૨૯) ભાવેશ રમેશભાઇ કલોલા (ઉવ.૨૭), જોનીષ દિનેશભાઇ પટેલ (ઉવ.૨૯) અને નિકુંજ ભરતભાઇ ઠોરીયા (ઉવ.૨૫)ને પકડી લઇ રૂ. ૧૦,૪૧૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. અને કોરોના મહામારી અંતર્ગત જાહેરનામા ભંગની પણ નવ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં પીએસ અઇ. એમ.એમ. ઝાલા, હેડ કોન્સ મહેન્દ્રભાઇ, ઘનશ્યામસિંહ, ઇન્દ્રસિંહ, કુલદિપસિંહ, ધમેન્દ્રસિંહ અને શૈલેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ ઇન્દ્રસિંહ,  ધમેન્દ્રસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે ત્રંબાગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રંબામાં રહેતા આશીષ કેશુભાઇ ત્રાપસીયા (ઉવ.૩૦), નીંકુજ રમેશભાઇ ત્રાપસીયા (ઉવ.૩૦), કિશન શંભુભાઇ  રૈયાણી (ઉવ.૨૬), કલ્પેશ બાબુભાઇ વણપરીયા (ઉવ.૩૩), હાર્દીક દામજીભાઇ રૈયાણી (ઉવ.૩૩) અને વિજય મનસુખભાઇ ત્રાપસીયા (ઉવ.૩૦)ને પકડી લઇ રૂ. ૪૦,૨૯૦ની રોકડ સહિતની માતા કબ્જે કરી હતી

જ્યારે ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ. આર.એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ રાજેશભાઇ મીયાત્રા, મહેન્દ્રસિંહ, હરપાલસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, યુવરાજસિંહ, જેન્તીગીરી, તથા કૃષ્ણદેવસિંહ સહિતે સાધુ વાસવાણી રોડ પર જનકપૂરી કોમ્પ્લેક્ષ વીંગ-૧ બ્લોકનં. ૧૧૦૨ના કવાર્ટરમાં રહેતા કાજલબેન વિજયભાઇ ભાલાળા (ઉવ.૩૧),નાં ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક બ્લોકનં. ૨૪૧૪ના નિર્મળાબેન ઉર્ફે નીમુબેન મનસુખલાલ ઝાલાવડીયા(ઉવ.૬૦), બ્લોકનં. ૫૪૧૬ના રેશ્માબેન નિંકુજભાઇ કનેરીયા (ઉવ.૩૪), બ્લોકનં. ૩૧૦૧ના મીતલબેન સંદીપભાઇ રામોલીયા (ઉવ.૩૯), બ્લોકનં. ૩૦૧ના કવીતાબેન અમીતભાઇ કટારીયા (ઉવ.૪૦), બ્લોકનં. ૬૨૦ના કિરણબેન રજનીભાઇ ગરાળા (ઉવ.૪૨), બ્લોકનં. ૨૩૧૨ના ગીતાબેન મનસુખભાઇ ભાલોડીયા (ઉવ.૪૨)ને પકડી લઇ રૂ. ૬,૭૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:41 pm IST)