રાજકોટ
News of Monday, 27th July 2020

સાંજે રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ સાથે રૈમ્યા મોહનની બેઠકઃ કોરોના સંદર્ભે તમામ નિયમોનું પાલન અંગે જણાવાશે

૧પમીથી સ્થાનકવાસી-દેરાવાસી જૈન સમાજના તહેવારો પયુર્ષણ પર્વ શરૂ થાય છે ત્યારે

રાજકોટ તા. ર૭ :... તહેવારોની મોસમ શરૂ થઇ છે, સાતમ-આઠમનાં તહેવારો આવી રહ્યા છે, તો સાથો સાથ આગામી તા. ૧પ મીથી જૈન સમાજના તહેવારોની ૮ દિ' ની મોસમ શરૂ થશે.

 

કલેકટરે રાજકોટ સહિત જીલ્લાભરમાં યોજાતા તમામ મેળા બંધ રાખવા- અને હરવા- ફરવા જવાના સ્થળો ઉપર સોશ્યલ ડીસ્ટન્સ સહિતની બાબતો અંગે નિયમો - આદેશો જાહેર કરાયા છે.

દરમિયાન આગામી તા. ૧પ મી ઓગસ્ટથી શરૂ થનાર જૈન સમાજના પયુષર્ણ પર્વ દરમિયાન જૈન દેરાસર-અપાસરામાં ભકિતસભર કાર્યક્રમો દરમિયાન ભાવિકોના ટોળા ન થાય,  માસ્કનું ફરજીયાત પાલન કરાય, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટરાઇઝરના નિયમો જળવાઇ રહે, મંદિરોનો ખુલવાનો સમય અંગે વિગેરે બાબતે કલેકટરશ્રી રેમ્યા મોહને જૈન સમાજના અગ્રણીઓ જીતુભાઇ ચા વાળા, ચંદ્રકાંતભાઇ શેઠ સહિતના લોકો સાથે સાંજે પ વાગ્યે મીટીંગ યોજી છે.

અત્રે એ નોંધનીય છે કે, ૧પ મીથી ૮ દિ' મુનિ ભગંવતો, સાધ્વીજીઓના પ્રવચનો, પ્રતિક્રમણ, ભગવાનની પ્રતિમાને પૂજન સહિતના કાર્યક્રમો થતા હોય છે, આ તમામ બાબતે અનલોક-ર ના નિયમો જળવાઇ રહે તે મીટીંગમાં જણાવાશે.

(2:51 pm IST)