રાજકોટ
News of Monday, 27th July 2020

કનક રોડ પર ઇલેકટ્રીકના વેપારી ૨૩ વર્ષના બ્રિજેશ કારીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

સાંજે બહારથી ઘરે આવી ઉપરના માળે ગયોઃ માતા બોલાવવા ગયા ત્યારે લટકતો મળ્યોઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ પરિવારનો એકનો એક પુત્ર હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૭: જુના બસ સ્ટેશન પાછળ કનક રોડ પર મસ્જીદ સામે આશિષ બિલ્ડીંગમાં રહેતાં અને ઘર નજીક જ ભવાની ઇલેકટ્રીક નામે દૂકાન ચલાવતાં વેપારી બ્રિજેશ સંજયભાઇ કારીયા (ઉ.વ.૨૩) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બ્રિજેશે સાંજે આ પગલુ ભરી લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના વી.વી. જાડેજાએ જાણ કરતાં એ-ડિવીઝનના એએસઆઇ આર.આર. સોલંકી અને અશ્વિનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને ઘર નજીક ઇલેકટ્રીકની દૂકાન ચલાવતો હતો. ગઇકાલે સાંજે ચારેક વાગ્યે ઘરે આવ્યા બાદ ઉપરના રૂમાં ગયો હતો.

એ પછી માતા તેને બોલાવવા ગયા ત્યારે પંખાના હુકમાં બાંધેલી દોરીમાં લટકતો દેખાતાં તેમણે દકેારો મચાવતાં ઘરના સભ્યો એકઠા થઇ ગયા હતાં અને બ્રિજેશને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ તેનું મૃત્યુ થયાનું જાહેર કરાયું હતું. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:05 pm IST)