રાજકોટ
News of Monday, 27th June 2022

L.G.ની રપ મી વર્ષગાંઠ નિમિત્તે ‘‘કરે રોશની'': દરેકને દ્રષ્‍ટિની પહેલ

સમગ્ર ભારતમાં ૮૭૦૦ આંખના મોતીયાના ઓપરેશન

રાજકોટ, તા. ર૭ :  એલ.જી. દ્વારા રપ મી વર્ષ ગાંઠ પર મુખ્‍ય સીએસઆર અભિયાન ‘કરે રોશની' દરેક દૃષ્‍ટિ માટે પ્રકાશની પહેલ સાથે સમગ્ર ભારતમાં ૮૭૦૦ મોતિયાની આંખની સર્જરીને સમર્થન આપેલ છે.

આ માટે ભારતની અગ્રણી આઇ કેર હોસ્‍પિટલો સાથે MOU પર હસ્‍તાક્ષર કર્યા છે. ડો. શ્રોફ ચેરીટી આઇ હોસ્‍પિટલ-નવી દિલ્‍હી, શંકરાઆઇ ફાઉન્‍ડેશન કોઇમ્‍બતુર, એચવી દેસાઇ આંખની હોસ્‍પિટલ પુણે, આઇસીએઆરઇ આંખની હોસ્‍પિટલ-નોઇડા અને સંકરદેવ નેત્રાલય-ગુવાહાટી.

આ વર્ષે ‘કરે રોશની' દરેક દૃષ્‍ટિ માટે પ્રકાશ ઝુબેશ અને MOU વિનિમય સમારંભ તેમજ મીડિયા જાહેરાત એલ.જી.ની રપ મી વર્ષગાંઠ નિમિત્તે કોર્પોરેટ ઓફિસમાં આયોજીત ઇવેન્‍ટ સાથે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે LG Electronics India Pvt. Ltd., LG Electronics, દક્ષિણ કોરીયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ભારતમાં જાન્‍યુઆરી ૧૯૯૭ માં સ્‍થાપના કરી હતી. તે કન્‍ઝયુમર ઇલેકટ્રોનિકસ, હોમ એપ્‍લાયન્‍સીસ, HVAC અને IT હાર્ડવેરમાં સૌથી પ્રચંડ બ્રાન્‍ડસમાંની એક છે. ભારતમાં LG એ પ્રીમીયમ બ્રાન્‍ડ પોઝીશનિંગ મેળવ્‍યું છે અને તે ઉદ્યોગ માટે સ્‍વીકૃત ટ્રેન્‍ડસેટર છે

(3:36 pm IST)