રાજકોટ
News of Monday, 27th June 2022

યુવરાજનગરમાંથી વિશાલ ઉર્ફ બાલો સોરાણી ૫૦ બોટલ દારૂ સાથે પકડાયો

પીએઅસાઇ એન. ડી. ડામોરની ટીમની કાર્યવાહીઃ ૨૫૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૭: આજીડેમ ચોકડી પાસે રાંદરડા તળાવ કાંઠે યુવરાજનગર-૩માં રહેતાં વિશાલ ઉર્ફ બાલો ભનાભાઇ સોરાણી (ઉ.૨૦)ને ક્રાઇમ બ્રાંચની ટીમે ૫૦ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

ટીમ દારૂ-જૂગારના કેસો શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી અને કોન્‍સ. નિતેશભાઇ બારૈયાને મળેલી બાતમી આધારે યુવરાજનગરમાં દરોડો પાડી વિશાલ ઉર્ફ બાલાને દારૂ સાથે પકડી લઇ પચાસ બોટલ વ્‍હીસ્‍કી તથા એક મોબાઇલ ફોન મળી રૂા. ૨૫૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ શખ્‍સ કોની પાસેથી દારૂ લાવ્‍યો? કેટલાક સમયથી આવો ધંધો કરે છે? તે અંગે વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વાય. બી. જાડેજા તથા જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી, પ્રદિપસિંહ જાડેજા અને નિતેશભાઇ બારૈયાએ આ કામગીરી કરી હતી.

એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી અને કોન્‍સ. નિતેશભાઇ બારૈયાની બાતમ

(3:27 pm IST)