રાજકોટ
News of Monday, 27th June 2022

શુક્રવારે રાહતદરે દાંત તથા કાન- નાક- ગળા, એલર્જિ અને બહેરાશના રોગોનો નિદાન-સારવાર કેમ્પ

ડો.હિમાંશુ ઠકકર અને ડો.કૃપા ઠકકરની દાંત તથા કાન- નાક- ગાળાની હોસ્પિટલનો ૧૬માં વર્ષમાં પ્રવેશ નિમિતે

રાજકોટઃ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, ૧૫  વર્ષ પુરા કરી ૧૬  માં વર્ષ માં પ્રવેશ કરી રહી છે ત્યારે ૧ જુલાઈ ના રોજ  રાહત દરે કાન,નાક તથા બહેરાશ ના રોગો નો નિદાન અને સારવાર  કેમ્પ. વિદ્યાનગર મેઇન રોડ,૨૦૨-લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવા માં આવેલ છે.

ઠકકર હોસ્પિટલ ખાતે કાન નાક ગળાના સર્જન ડો. હિમાંશુ ઠકકર કે જેઓ ૨૦  વર્ષથી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેકિટસ કરી રહ્યા છે. તેઓ આ કેમ્પમાં સેવા અપશે જે દર્દીઓને નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય,કાયમી માથું દુખવું, કાયમી શરદી રહેવી,નાક માંથી પાણી પડવું,તેમના માટે સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું,નાકની ત્રાસી હડકી વિ.નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન.નાકસુર કે જેમાં આંખ માંથી સતત પાણી નીકળતું હોય તેનું નાક વાટે દૂરબીન વડે ચેકા ટાંકા વગરનું ઓપરેશન.  કાન ના રોગો જે દર્દી ઓ ને કાન માંથી વારંવાર રસી નીકળતા હોય ,કાન ના પડદા ના કાણાં, ,કાન ની હડકીનો સડો,કાનની બહેરાશનું (ઓડિયોમેટ્રી), ચકકર, કાનના તમરા વિ.નું નિદાન. તથા કાનનું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપશે. તેમજ ગળાના રોગોનું પણ નિદાન તથા સારવાર કરી આપવામાં આવશે.

ડો.હિમાંશુ ઠક્કરને આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.લોહાણા મહાપરીષદ દ્વારા તેમને  ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે. ડો. હિમાંશુ ઠકકર ઇંડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ભૂતપૂર્વ  પ્રેસીડેન્ટ  ઈએન્ટી  સોસાયટી ઓફ રાજકોટ,ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોકટર અસોશિએશન રાજકોટ હાલમાં તેઓ લોહાણા મહાજન રાજકોટના મંત્રી છે.                                                                                                     

તેમની સાથે ડો.શ્રીમતી કૃપા એચ. ઠકકર આ હોસ્પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧૭ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકિટસ કરી રહ્યા છે અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે.

કેમ્પનો સમય `: તા. ૦૧-૦૭  શુક્રવાર  સવારે ૧૦ થી ૧ સુધી. અગાઉંથી નામ નોંધાવવું જરૃરી.  કેમ્પનું સ્થળઃ- ડો. ઠકકરની દાંત તથા કાન-નાક-ગાળાની  હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇફલાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ. નામ નોધાવવા માટે ફોન નંબર. ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો.૯૧૦૬૧ ૧૯૦૩૮.

(5:08 pm IST)