રાજકોટ
News of Monday, 27th June 2022

ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપઃ યંગ સાયન્ટીસ્ટનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવો

બે વર્ષનો ફુલ ટાઇમ એમ.બી.એ. કોર્ષ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : મુંબઇ અને તેના ઉપનગરોમાં ધો. ૧૧ થી લઇને ગ્રેજયુએશન કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ : સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નોંધપાત્ર યોગદાન આપનારને મેડલ-એવોર્ડ મેળવવાની તક

રાજકોટ તા. ર૭ :.. ર૧ મી સદીમાં આજે જયારે ઇન્ફર્મેશન અને નોલેજ સોસાયટી જોવા મળી રહી છે ત્યારે ઉચ્ચ અને ઉપયોગી શિક્ષણનું મહત્વ દિવસે-દિવસે વધતું જાય છે. હાલમાં વિવિધ કક્ષાનું શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપ ઉપલબ્ધ છે. તથા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા માટે પણ તક આવી છે. જેની ઉપર એક નજર કરીએ તો...
*  IDFC ફર્સ્ટ બેન્ક એમ. બી. એ. સ્કોલરશીપ ર૦રર-ર૪ અંતર્ગત ભારતની પસંદગીની કોલેજોમાં ર વર્ષના ફુલટાઇમ એમ. બી. એ. કોર્ષના પ્રથમ વર્ષમાં નોંધાયેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી રહી છે. આ શિષ્યવૃતિનો ઉદેશ એમ. બી. એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગની આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રદાન કરવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક એક લાખ રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૬-ર૦રર છે.
- અરજી કરવાની પાત્રતા
ભારતમાં પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ ર૦રર થી ર૦ર૪ ની બેચમાં ફુલટાઇમ એમ. બી. એ. કોર્ષના પ્રથમ વર્ષમાં નોંધાયેલ ભારતીય વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અરજદારોના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.
 - અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/IFBMS3
* ટાટા ટ્રસ્ટ  મીન્સ ગ્રાન્ટ ફોર કોલેજ ર૦રર-ર૩ અંતર્ગત આત્મન એકેડેમી ફોર રીસર્ચ એન્ડ ટ્રેનિંગના સહયોગથી ટાટા ટ્રસ્ટ દ્વારા મુંબઇ તથા મુંબઇના ઉપનગરીય ક્ષેત્રોમાં આવેલ કોલેજોમાં ધોરણ ૧૧ થી લઇને ગ્રેજયુએશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓને અલગ-અલગ  (પરીવર્તનીય) ઇનામ મળવાપાત્ર થશે. તારીખ ૩૧-૧-ર૦ર૩ સુધીમાં ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકાય છે.
 - અરજી કરવા માટેની પાત્રતા
મુંબઇ તથા મુંબઇના ઉપનગરીય ક્ષેત્રોમાં આવેલ કોલેજોમાં ધોરણ ૧૧ થી લઇને ગ્રેજયુએશન (એન્જીનીયરીંગ સિવાય) સુધીના કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. સાથે સાથે પોતાની છેલ્લા વર્ષની શૈક્ષણિક પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ શૈક્ષણીક વર્ષ ર૦રર-ર૩ માટે અરજી કરી શકે છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/TMG7
* INSA મેડલ ફોર યંગ સાયન્ટીસ્ટસ ર૦રર અંતર્ગત યુવા વૈજ્ઞાનિકો માટે ઇન્ડિયન નેશનલ સાયન્સ (એકેડેમી) (INSA) દ્વારા પહેલ કરવામાં આવી છે. જેનો ઉદેશ્ય યુવા વૈજ્ઞાનિકોનું રચનાત્મક અને અસાધારણ  કાર્ય તથા સાયન્સ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર યોગદાનને બિરદાવવાનો છે. પસંદ થનાર ઉમેદવારોને મેડલ, સર્ટીફીકેટ તથા એક લાખ રૂપિયા મળવાપાત્ર થશે. તારીખ ૧પ-૧ર-ર૦રર સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકાય છે.
- અરજી કરવા માટેની પાત્રતા
જે ભારતીય યુવા વૈજ્ઞાનિકોની ઉમર એવોર્ડ આપવાના હોય. તે વર્ષના અગાઉના વર્ષની ૩૧ ડીસેમ્બરે (૩૧-૧ર-ર૦ર૧) ૪૦ વર્ષથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.
 - અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/NYC2
* ઉચ્ચ શિક્ષણ મેળવીને કે પછી પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને ઉજ્જવળ કારકિર્દી-ભવિષ્ય બનાવવાની સોનેરી તક આવી છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.
સૌજન્ય :-
સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.
www.buddy 4 study.com
info@buddy4study.com

 

(10:40 am IST)