રાજકોટ
News of Thursday, 27th June 2019

દેનાબેંક અને વિજયા બેંકના વિલીનીકરણ બાદ બેંક ઓફ બરોડા દ્વારા રાજકોટ ઝોનની સ્થાપના

સૌરાષ્ટ્રની કુલ ૪૨૮ શાખાઓ થઇ : ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરનો સમાવેશ

રાજકોટ  તા. ૨૭ : બેંક ઓફ બરોડામાં દેનાબેંક અને વિજયા બેંકના વિલીનીકરણ બાદ સોરાષ્ટ્ર વિસ્તારમાં બેન્કની ૪૨૮ જેટલી શાખાઓની સંખ્યા ધ્યાને લઇ બેંક દ્વારા રાજકોટ મુખ્ય શાખા બિલ્ડીંગમાં અલગ રાજકોટ ઝોનની સ્થાપના બેંકના કાર્યકારી નિર્દેશક વિક્રમાદિત્ય ખીંચીના હસ્તે કરવામાં આવેલ.

રાજકોટ ઝોન બન્યા બાદ તેની હેઠળ ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર તેમજ રાજકોટ રીજીયનનો સમાવેશ થાય છે. રાજકોટ ઝોન બનવાથી સૌરાષ્ટ્રના ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળતી થશે. આગામી સમયમાં બેંક એમ.એસ.એમ.ઇ. તેમજ કૃષિ વિભાગને વધુ અગ્રીમતા આપવા માંગે છે. તેમ રાજકોટ ઝોનલ હેડ સંજીવ ડાભોલે એક યાદીમાં જણાવેલ છે.

(3:45 pm IST)