રાજકોટ
News of Thursday, 27th June 2019

સુચિત સોસાયટીના બાંધકામોની મુદત વધારાનો લાભ લેજો : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૨૭ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજય સરકારે શહેરી જમીન ટોચ મર્યાદા ધારાના સમય દરમિયાન ૧૯૭૫ થી ૧૯૯૯ સુધીમાં ખેતીએ ખેતીની જમીનમાં થયેલ મકાન બાંધકામ અંગે મહત્વનો નિર્ણય કરેલ. જેમાં ૨૦૦૦ ડીસેમ્બર સુધીના બાંધકામોનો સમાવેશ કરવામાં આવેલ.

જો કે પાછળથી એવુ વિચારાયુ કે ૧૯૯૯ પહેલાની સુચિત સોસાયટી હોય અને બાંધકામ ૨૦૦૦ પછીની સાલમાં થયુ હોય તો તેવા બાંધકામો માટે પ વર્ષની સમય મર્યાદા વધારી અપાઇ. આ મુદત વધારાનો લાભ ઉઠાવવા સુચિત સોસાયટીના મકાન ધારકોને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે અપીલ કરી છે.

(3:43 pm IST)