રાજકોટ
News of Thursday, 27th June 2019

અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી યુપીનો પ્રદિપ સોનકર ગુમ

રાજકોટ, તા., ર૭: ઢેબર રોડ કિશાન વેબ્રીજ પાસે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.રમાં મામા સાથે રહેતો યુપીનો પ્રદીપ ગોમતીભાઇ સોનકર (ઉ.વ.૧૯) ગત તા.ર૧ના રોજ ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા યુવાનના મામા રામ ભજન સોનકરે ભકિતનગર પોલીસ મથકમાં ગુમનો નોંધ કરાવી છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો ભકિતનગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧- ર૩૯૧૦પ૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)