રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટની 16 વર્ષીય HIV ગ્રસ્ત તરુણીનું પોલીસ બનવાનું સપનું સાકાર કરાયું

મહિલા પોલીસ સ્ટેશનમાં તરૂણીને પોલીસના યુનિફોર્મમાં પોલીસ ઇન્સ્પેક્ટ બનાવવામાં આવી

 

રાજકોટ :રાજકોટની એક 16 વર્ષની એચઆઇવી પોઝિટીવ  તરુણીનું પોલીસ અધિકારી બનવાનું સપનું સાકાર કરાયું હતું રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વીથ એચ.આઇ.વી. સંસ્થા દ્વારા તેમના સપનાને રાજકોટ પોલીસે પૂરૂ કર્યું છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તરૂણીને પોલીસના યુનિફોર્મમાં પોલીસ ઇન્સ્પેક્ટ બનાવવામાં આવી હતી અને એક પીઆઇ તરીકે તરૂણીને ટ્રીટ કરી અને માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

    ડિસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લિવીંગ વિથ એચઆઇવી સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ પટેલે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી રજૂઆત કરી કે પોતાની સંસ્થામાં આશરે 5500 જેટલા એચઆઇવી પોઝિટીવ લોકો જોડાયેલા છે, જે પૈકી જન્મથી એચઆઇવી પોઝિટીવ ધરાવતી 16 વર્ષની એક દિકરીનું જીવન હવે થોડા વર્ષનું બાકી રહ્યું છે, પરંતુ તેની ઇચ્છા પોલીસ ઇન્સ્પેકટર બનવાની છે. રજૂઆત સાંભળી મનોજ અગ્રવાલે માટે મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલને જાણ કરી બાળાની ઇચ્છા પુરી કરવા તેને જરૂરી મદદ કરવાનું જણાવ્યું.

(12:29 am IST)