રાજકોટ
News of Monday, 27th May 2019

મોહનભાઇની જંગી લીડથી રાજકોટ ફરી રોલ મોડલ પૂરવારઃ ધનસુખ ભંડેરી

રાજકોટ તા. ર૭ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોજાયેલ લોકસભાની ચૂંટણમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડથી એટલે કે ૩.૬૮ લાખથી વધુ લીડથી મોહનભાઇ કુંડારીયા વિજેતા થાય છે.  અંતર્ગત માહિતી આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટ લોકસભા સીટના ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું છે. કે મોહનભાઇ કુંડારીયાની ભવ્ય જીતથી રાજકોટ ભાજપનો ગઢ સાબીત થયો છ.ે

જનસંઘ થી લઇ વર્તમાન સમય સુધી અનેક કાર્યકર્તાઓએ સતત ભારતીય જનતા પાર્ટીનું ગૌરવ વધે અને છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ મળે તે દિશામાં પ્રયત્નશીલ રહ્યા છે. સંગઠન ક્ષેત્રે ગુજરાતના રોલમોડલ તરીકે રાજકોટ રહ્યું છે.

હાલ જયારે રાજકોટના જ પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ કરી રહ્યા છ.ે ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતીશીલ સરકારના માધ્યમથી અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અલમાં લાવીછે.

શહેર ભાજપના તમામ બુથમાં બુથઇન્ચાર્જથી લઇ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સક્રિયતા પૂર્વક કામગીરી બજાવી, જેના પરીણામરૂપે શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે જીતના સહભાગી તરીકે રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ,  રાજકોટ ગ્રામ્ય, જસદણ, વાંકાનેર, પડધરી, ટંકારા સહીતની વિધાનસભાના ઇન્ચાર્જઓ તેમજ મંડલના પ્રમુખઓ, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીતના સાથે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ ચૂંટણી લક્ષી જહેમત સફળ નીળવી હોવાનું સીટના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરીએ જણાવ્યું છ.ે

(3:56 pm IST)