રાજકોટ
News of Monday, 27th May 2019

ભકિતનગર સ્ટેશન પ્લોટમાંથી ૬૦ બોટલ દારૂ સાથે કાર પકડાઇ

ક્રાઇમ બ્રાંચના જયંતિભાઇ, કરણભાઇ અને સંજયભાઇની બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણ મારૂ અને સંજય ચાવડાની બાતમી પરથી ભકિતનગર સ્ટેશન પ્લોટ ગોડાઉન રોડ કલ્યાણ સોસાયટી-૧ ઓમ લોજીસ્ટીક કારખાના પાસેથી રૂ. ૧૮ હજારનો ૬૦ હજારનો ૬૦ બોટલ દારૂ ભરેલી સફેદ રંગની એસ્ટીમ કાર જીજે૧૫કે-૭૯૦૯ ઝડપી લેવામાં આવી છે. જો કે કારનો ચાલક પોલીસને જોઇ ભાગી ગયો હતો. એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે કાર નંબરને આધારે વિશેષ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં કાર અને જપ્ત થયેલો દારૂ જોઇ શકાય છે.

(3:44 pm IST)