રાજકોટ
News of Monday, 27th May 2019

પુસ્તક અવલોકન : ધન્વી માહીં

ચિત્રકાર પિકાસોના જીવનની રોક વાતો પૂસ્તકરૂપે પ્રકાશિત

શીર્ષક : 'ક્રાંતિકારી ચિત્રકાર પિકસો'

લેખક : મધુભાઇ કોઠારી

પ્રકાશક : પ્રવીણ પૂસ્તક ભંડાર, લાભ

ચેમ્બર્સ, ઢેબર રોડ, રાજકોટ

મૂલ્ય : રૂા. ૧૨૫

ચિત્રકળાની દુનિયામાં પાબ્લો પિકાસોનું નામ બહુ જાણીતું છે. તેમના જીવન ઉપર જાણીતા કવિ, કલા વિવેચક મધુભાઇ કોઠારીએ સરસ પૂસ્તક તૈયાર કર્યુ. પિકાસોનું બાળપણ, યુવા અવસ્થા અને પ્રૌઢાઅવસ્થાને આવરી લઇ રોચક વર્ણન કર્યુ છે. પિકાસોઅને રૂઢીગત સ્ટાઇલથી શરૂઆત કરી કઇ રીતે મોર્ડન આર્ટમાં પ્રવેશ કર્યો તે વાત સરસ રીતે આલેખી છે. સંક્ષિપ્ત જીવન વૃતાંત પ્રથમ પ્રકરણથી લઇને ભુરો તબકકો, ગુલાબી તબકકો, અનોખા મુલાકાતીઓ જેવા શીર્ષકો સાથે ૨૦ જેટલા નાના નાના પ્રકરણો આલેખ્યા છે. સાથે અનુરૂપ ચિત્રો મુકીને રોચકતામાં વધારો કર્યો છે.

(11:58 am IST)