રાજકોટ
News of Monday, 27th May 2019

ત્રિકોણબાગે રિક્ષાની રાહ જોઇને ઉભેલા કાનાને અજાણ્યા શખ્સોએ ઘુસ્તાવ્યો

જેની સાથે રિક્ષાચાલકોને માથાકુટ થઇ એ શખ્સ ભાગી ગયો ને પોતે ઝપટે ચડી ગયાનું કોળી યુવાનનું કથન

રાજકોટ તા. ૨૭: ભગવતીપરા-૩માં રહેતો અને કારખાનામાં કામ કરતો કાનો માવજીભાઇ પરમાર (ઉ.૩૨) નામનો કોળી યુવાન રાત્રે સાડા અગિયારે કામેથી છુટી ત્રિકોણબાગ સુધી આવ્યા બાદ ભગવતીપરામાં જવા બીજી રિક્ષાની રાહ જોઇને ઉભો હતો ત્યારે અજાણ્યા રિક્ષાચાલકોએ તેને માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. કાનાના કહેવા મુજબ પોતાની બાજુમાં બીજો એક શખ્સ ઉભો હતો. તેની સાથે રિક્ષાવાળાને ડખ્ખો થતાં એ ભાગી ગયો હતો. હું તેની સાથે હોવાનું સમજી મને મારકુટ કરી લેવામાં આવી હતી.

(11:57 am IST)