રાજકોટ
News of Tuesday, 27th April 2021

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે ચા-પાનની હોટેલો સહિતના ૧૩ વ્યવસાયિક એકમો સાત દિવસ માટે સીલ કરતી રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૭/૦૪/૨૦૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૧૩ વ્યવસાયિક એકમો સાત (૭) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે જેમાં
૧. જય નકળંગ પાન, રૈયા રોડ
૨. અમર સેલ્સ એજન્સી, રૈયા રોડ
૩. જોગમાયા પાન, બિટી સવાણી હોસ્પીટ
૪. શ્રી ખોડીયાર સોડા સેન્ટર, ગુંદાવાડી મેઈન રોડ
૫. જય ખેતલાઆપા ટી સ્ટોલ, કે.કે.વી.ચોક ૧૫૦ ફુટ રોડ
૬. મહાકાળી સમોસા, અર્ટીકા એરીયા
 ૭. ઠકકર  કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડા વાળા, ભાવનગર રોડ
 ૮. આઝાદહિન્દ ગોલા વાલા, પેડક રોડ
 ૯. મોમાઈ ટી સ્ટોર, જીવરાજ પાર્ક
 ૧૦. લાખણ આઇ ડિકલસ પાન & કોલ્ડ, જીવરાજ પાર્ક
  ૧૧. શિવ શક્તિ પાન  & ટી સ્ટોલ, ગ્રીનલેન્ડ ચોકડી
 ૧૨. મોમાઈ ચામુંડા ટી સ્ટોલ, ગ્રીનલેન્ડ ચોકડી
 ૧૩. અરિહંત એજન્સી, ભાવનગર રોડ
નો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(9:38 pm IST)