રાજકોટ
News of Tuesday, 27th April 2021

પડધરી પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જીગર કટારીયા પકડાયો

રાજકોટના ધવલ રાજાણીનું નામ ખુલ્યુ

રાજકોટ,તા. ૨૭ : પડધરી નજીક રીલાયન્સ પંપ પાસે પડધરી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકના એ.એસ.આઇ વકારભાઇ આરબ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે પડધરી નજીક રિલાયન્સના પેટ્રોલપંપ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જીગર અશોકભાઇ કટારીયા (ઉવ.૨૮) (રહે. મુળ પડધરી હાલ રાજકોટ જામનગર રોડ વાંકાનેર સોસાયટી -૧) ને પકડી લઇ રૂ. ૭૬૦ ની રોકડ, મોબાઇલ તથા એકટીવા મળી રૂ. ૨૦,૭૬૦ ની મતા કબ્જે કરી હતી. તેની પુરપરછમાં રાજકોટ બસ સ્ટેશન પાછળ રહેતા ધવલ રાજાણીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(4:43 pm IST)