રાજકોટ
News of Tuesday, 27th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ચારના મોત

રાજકોટ,તા. ૨૭ : શહેરના જંગલેશ્વર શેરી નં. ૯માં રહેતા જીતુભાઇ કેશુભાઇ સરવૈયા (ઉવ.૨૬) બપોરે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિલિ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.મૃતક જીતુભાઇ મજૂરીકામ કરતા હતા તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. આ અંગે ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં ભાનુબેનનું મોત

ખોખડદળ નદીના પુલ પાસે શ્રી સિધ્ધાર્થ સોસાયટી -૪માં રહેતા ભાનુબેન હસમુખભાઇ રંગપરા (ઉવ.૩૫) ગઇ કાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક ભાનુબેનેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ અંગે ભતિકનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ગાયત્રીનગરના યુવાનનું મોત

ગાયત્રીનગર રોડ વૃજ હાઇટ્સને રહેતા મનોજભાઇ શાંતીલાલભાઇ માંડલીયા (ઉવ.૪૨) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

ઉદ્યોગનગરના પ્રૌઢનું બેભાન થયા બાદ મોત

મવડી રોડ ઉદ્યોગનગર -૧માં રહેતા મહેન્દ્રભઇ સમજુભાઇ ધામેસીયા (ઉવ.૫૬) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે ઉધરસ ચડ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક મહેન્દ્રભાઇ વોકહાર્ટ હોસ્પિટલની સામેની શેરીમાં એક એપાર્ટમેન્ટમાં સીકયુરીટી મેન તરીકે નોકરી કરતા હતા. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

વૃધ્ધનું બે ભાન હાલતમાં મોત

કોઠારિયા રોડ ગોકુલ પાર્કમાં ન્યુ ગણેશ સોસાયટીમાં રહેતા રસીકભાઇ લાલજીભાઇ રાચ્છ (ઉવ.૭૩) રાત્રે પોતાના ઘરે એકલા હતા. ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

ભગવતીપરાની મહિલાનું મોત

ભગવતીપરા શાંતિવન સોસાયટીમાં રહેતા મીનાબેન માવજીભાઇ મિયાત્રા (ઉવ.૪૨) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.  આ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:42 pm IST)