રાજકોટ
News of Tuesday, 27th April 2021

વોર્ડ નં. ૮ માં વેકસીનેશન કેમ્પ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં કોરોના સામે સુરક્ષાના પગલારૂપે રસીકરણ અભિયાન શરૂ કરાયુ છે. જેના ભાગરૂપે વોર્ડ નં. ૮ માં પંચવટી હોલમાં વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. આ તકે ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડ પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, કીરણબેન માંકડીયા, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, કોર્પોરેટર અશ્વિન પાંભર, બીપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, તેજશ જોષી, અનીલ ગોગીયા, રાજુભાઇ ડેડણીયા, નિરેન જાની, પુર્વેશ ભટ્ટ તેમજ પંચવટી સોસાયટીના પ્રમુખ રમેશભાઇ વેકરીયા, કારોબારી સભ્ય ભરતભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)