રાજકોટ
News of Tuesday, 27th April 2021

પરાપીપળીયા ગામ ખાતે ૬૦ બેડની ડાંગર કોવીડ હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત થશે

૧૦ બેડ આઈ.સી.યુ.સહિત તમામને ઓકસીજન સાથેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે

રાજકોટઃ  કોરોના મહામારીના કપરા સમયે દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સતત નવી આધુનિક સગવડો સાથેની હોસ્પીટલો તૈયાર થઇ રહી છે. જેથી કોવીડ-૧૯ના દર્દીઓને વધુમાં વધુ સુવિધા સાથેની સારવાર સુલભ બનાવી શકાય. આ અન્વયે રાજકોટની ભાગોળે આવેલ પરાપીપળીયા ગામ ખાતે ૬૦ બેડની ઓકસીજન અને સાથેની નવી શ્રી બી.એ.ડાંગર હોસ્પીટલ કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ટુંકાગાળામાં શરૂ થઇ રહી છે.

૧૪૦૦ લીટર ઓકસીજનની કેપસીટી સાથે ૧ ટનની ટેન્ક, ૨૦૦ લીટર બે ટાંકી સહિત ૬૦ બેડની આ હોસ્પીટલમાં ૧૦ બેડ આઇ.સી.યુ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. તમામ ૬૦ બેડ પર પુરતા પ્રમાણમાં ઓકસીજનની ઉપલબ્ધતા સાથે ૪ મેડીકલ ઓફિસર, ટ્રેઇન્ડ નર્સ અને પેરામેડીકલ સહિત કુલ ૫૦ આરોગ્ય કર્મીઓનો સ્ટાફ કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ૨૪*૭ હાજર રહેશે.

આ હોસ્પિટલમાં ડો.અક્ષય જાદવ, ડો.ઓમ દેવસિંહ ગોહિલ, ડો. સોહમ દેસાણી સેવા આપશે  અને આ માટે ટ્રસ્ટીશ્રી જનકભાઇ મેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 pm IST)