રાજકોટ
News of Tuesday, 27th April 2021

રાત તો વીતી ગઇ, સવાર પછી બપોર પણ થઇ ગઇ...કયારે વારો આવશે એની ચિંતા!?

કોરોનાના દર્દીને દાખલ કરાવવા ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં દરરોજ કતારો જામે છે. વિશ્વનગરમાં રહેતાં એક પરિવારના મહિલાને દાખલ કરાવવા તેમના સ્વજનો ગત રાતે ચોૈધરી હાઇસ્કૂલ ખાતે ગાદલા, ખુરશી તથા બીજી વ્યવસ્થા સાથે પહોંચ્યા હતાં. અહિ એક પલંગ ખાલી પડ્યો હોઇ તેના સહારે રાત વિતાવી હતી, સવાર પછી બપોર થઇ ગઇ હતી...કયારે વારો આવશે તેની ચિંતા દર્દી અને તેમના સ્વજનોના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી (ફોટોઃ અશોક બગથરીયા)

(3:20 pm IST)