રાજકોટ
News of Tuesday, 27th April 2021

કલેકટર તંત્ર ખાનગી હોસ્પિટલો માટે હવે 'પરમીટ' પ્રથા શરૂ કરશેઃ અમુક લોકોએ ખોટી રીતે 'ઓકસીજન' મેળવ્યાનું ખુલતા નિર્ણય

આજથી રીલાયન્સમાં ૬ અધિકારીનો સ્ટાફ મુકતા કલેકટર : સીવીલના કંટ્રોલરૂમ સાથે સીધુ સંકલન : આજથી જ શરૂ કરી દેવાશે સવારથી બે ટેન્કર આવી ગયાઃ જયદીપ ઉપરાંત બારીયાને પણ હોમ આઇસોલેશન અંગે મજુરી

રાજકોટ તા. ર૭ : રાજકોટમાં ઓકસીજનની સ્થિતિ ધામેધીમે સુધરી રહી છે ગઇકાલે સાંજ બાદ ઓકસીજન આવવામાં વિલંબ થતા અધીકારીઓની શ્વાસ અધ્ધર ચડી ગયા હતા પરંતુ બાદમાં મોડીરાત સુધીમાં ૩ થી ૪ ટેન્કર આવી જતા સ્થિતિ થાળે પડી હતી.

દરમિયાન આજથી શાપર-વેરાવળમાં હોમઆઇસોલેશન માટેના દર્દીઓને જયદીપ ઉપરાંત વારીયામાંથી પણ ઓકસીજનના બાટલા રીફીલીંગ કરવા મળે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે વારીયામાંનો નવો અદ્યતન ઓકસીજન પ્લાન્ટ છે.

દરમિયાન જીલ્લા કલેકટરે ઓકસીજનનો બીજો કંટ્રોલ રૂમ સીવીલ ખાતે શરૂ કરી આ કંટ્રોલર રૂમને સીધો રીલાયન્સ સાથે જોડી દિધો છે અને તે ઉપરાંત કલકટરે પોતાના ૬ કર્મચારી-અધીકારીને આજથી રાઉન્ડ ધ કલોક રીલાયન્સના ઓકસીજન પ્લાન્ટમાં બેસાડી દિધા છે. વેટના અધિકારી શ્રી ગોલાણી સહિત ૩ શિક્ષક અને  આઇટીઆઇના બે ઇન્સ્પેકટરને મોકલ્યા છે. તેઓ પહોંચી ગયા છે રીલાયન્સમાંથી જેવુ ટેન્કર નીકળશે એટલે તુર્તજ સિવીલમાં જાણ કરી દેવાશે બંને કંટ્રોલરૂમ એક બીજા સાથે સંકલન રહી ઓકસીજનની વ્યવસ્થા કરશે.

દરમિયાન આજ સવારથી જ ઓકસીજનના બે ટેન્કર આવી ગયાછે અને બપોરે ૪ સુધીમાં વધુ ૪ ટેન્કર ચાલી જશે.

દરમિયાન કલેકટર તંત્રે એક મહત્વનો નિર્ણય લઇ રાજકોટ અને જીલ્લાની તમામ ખાનગી હોસ્પિટલને હવે ઓકસીજન પ્રોવાઇડ કરવા અંગે પરમીટ પ્રથા સંભવતી આજથી અમલમાં મુકી દેવાશે, અમુક ડોકટરોએ ખોરી રીતે ઓકસીજન મેળવ્યાનું ગઇકાલે ખુલતા તંત્રે આ નિર્ણય લીધો છે. જેથી સાચો છે એ રહી ન જાય અને ખોટા માણસો મેળવી ન જાય તેમ અધીકારીઓએ ઉમેર્યુ હતું.

(1:03 pm IST)