રાજકોટ
News of Tuesday, 27th April 2021

બૂરે દિનઃ એમ્બ્યુલન્સ સાથે દર્દીના સગાઓ પણ કતારમાં

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દાખલ કરાવવા હોય તો હજુ પણ તેમના સગાએ અને દર્દીને લાવનારા એમ્બ્યુલન્સ સહિતના વાહનોને કલાકો સુધી કતારાં રહેવું પડે છે. એમ્બ્યુલન્સની સાથે સાથે હવે દર્દીઓના સગાઓ પણ રાતથી લાઇનમાં ઉભા રહે છે. વારો આવવામાં ખુબ સમય લાગતો હોઇ જેથી સગા ઘરેથી બેસવા માટે ખુરશીઓ લાવે છે. જેમ જેમ એમ્બ્યુલન્સ સહિતના વાહનો આગળ વધે તેમ તેમ દર્દીના સગાઓ ખુરશીઓ ઉઠાવીને આગળ વધે છે. હોસ્પિટલમાં સગા-સ્વજનને દાખલ કરાવવા માટે પણ કલાકોના કલાકો સુધી લાઇનોમાં ઉભવું પડશે એવા દિવસો પણ આવશે તેવી કોઇએ કલ્પના પણ નહોતી કરી. કોરોનાને કારણે હાલમાં લોકો 'બૂરે દિન'નો અનુભવ કરી રહ્યા છે. (ફોટોઃ સંદિપ બથગરીયા)

(1:02 pm IST)