રાજકોટ
News of Tuesday, 27th April 2021

રાજકોટ એસટી ડીવીઝનના ૯ ડેપોના વધુ ૧પ૦ ડ્રાઇવર-કંડકટરને કોરોના વળગતા હાહાકાર

આજે રપ૦ બસની વધુ પ૦૦ ટ્રીપ રદઃ રોજની આવક માત્ર ૧ર લાખ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ એસ.ટી. ડીવીઝનની કોરોનાએ કેડ ભાંગી નાખી છે, અને સાવ શૂન્યાવકાશ સર્જી દિધો છે.

અધિકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ડેપો સહિત ડીવીઝનના ૯ ડેપોના વધુ ૧પ૦ ડ્રાઇવર-કંડકટરને છેલ્લા ૩ દિવસમાં કોરોના પોઝીટીવ જાહેર થતા હાહાકાર મચી ગયો છે, તમામને હોક કોરોન્ટાઇન કરી દેવાયા છે, એટલુ જ નહી મુસાફરોમાં માંડ ર૦ થી ૩૦ ટકા આવતા હોય આજે રપ૦ બસની વધુ પ૦૦ ટ્રીપ રદ, કરવાની જાહેરાત કરી દેવાઇ છે, તેમજ ડીવીઝનની ડેઇલી આવક ૪ર થી ૪પ લાખની હતી તે હવે માંડ ૧ર લાખ આવતી હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું. લોકો ઘરની બહાર નીકળતા નથી, બસો ખાલીખમ દોડતી હોય હજુ વધુ બસો રદ કરાશે.

(11:31 am IST)