રાજકોટ
News of Friday, 27th April 2018

૨૦ મે ના ગોંડલમાં રઘુવંશી પરીચય મેળો

દિકરીઓને ફ્રિ એન્ટ્રીઃ લગ્નવિષયક ડીરેકટરી પણ બહાર પડાશે

 રાજકોટઃ તા.૨૭, જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા આયોજીત અને રઘુવંશી સોશ્યલ ગ્રુપ પ્રેરીત તથા શ્રી  રઘુવંશી વેવીશાળ માહિતી કેન્દ્ર ગોંડલના સહકારથી તા.૨૦મેને રવિવારના રોજ એક પરિચય મેળાનું આયોજન લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨/૯, ભોજપરા ગોંડલ, ખાતે કરવામાં આવેલ છે.

 આ પરિચય મેળાને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઇની સર્વે રઘુવંશી સંસ્થાઓ મહાજનો જહેમત ઉઠાવી રહયા છે. અત્યાર સુધીમાં આશરે ૨૫૦ જેટલી એન્ટ્રીઓ આવી ચુકેલ છે. આ પરિચય મેળામાં  દીકરીઓની નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. ફોર્મ તા.૫મે સુધી લેવામાં આવશે. વિશેષ માહિતી માટે જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સંચાલક નરેન્દ્રભાઇ પુજારા, મો.ન.૯૯૭૯૨ ૧૯૦૪૮, સુનીતાબેન પુજારા મો.૯૫૧૨૪ ૮૨૯૮૮,  ગોંડલના વિક્રમભાઇ તન્ના મો. ૯૩૭૪૬ ૪૧૦૦૯ ઉપર કરવા એક યાદીમાં જણાવાયું છે. આ પરીચય મેળામાં લગ્ન  વિષયક વિશેષ ડીરેકટરી પણ બહાર પાડવામાં આવનાર છે. 

તસ્વીરમાં લોહાણા સમાજના આગેવાનો સર્વેશ્રી નરેન્દ્રભાઇ પુજારા, યોગેશભાઇ પુજારા (રઘુવીરસેના પ્રમુખ), મહેશભાઇ રાજા, (મોરબી), રાજુભાઇ સેજપાલ, અમરશીભાઇ રૂઘાણી, ભુપેન્દ્રભાઇ ઉનડકટ, યોગેશભાઇ રાડીયા, સંજયભાઇ ચગ, તેમજ ગોંડલના વિક્રમભાઇ તન્ના, કમલેશભાઇ તન્ના, મનીષભાઇ રાયચુરા, સુરેશભાઇ કાટેચા, અજયભાઇ સેદાણી, મિતુલભાઇ ખીમાણી, અને પ્રકાશભાઇ ઠકરાર, નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)  (૪૦.૬)

(4:42 pm IST)