રાજકોટ
News of Friday, 27th April 2018

રાજકોટ અને બામણબોરમાં દારૂના ગુનામા ફરાર સાગર કોળી પકડયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા જોઇન્ટ કમિશનર તથા એસીપી જયદિપસિંહ સરવૈયાની સૂચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડ કોન્સ ધમેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ તથા દિલીપભાઇ સમા તથા જયદેવસિંહ પરમાર તથા ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહિતના નસતા ફરતા આરોપીને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા ત્યારે મધુકાંતભાઇ, જયદેવસિંહને મળેલી બાતમીના આધારે ચુનારાવાડ ચોક શેરી નં.૩માં રહેતો સાગર કિશોરભાઇ રાઠોડને ચૂનારાવાડ ચોક માંથી પકડી લીધો હતો. થોડા સમય પહેલા બામણબોર પાસેથી દારૂના જથ્થા સાથે આઇસર પકડાયુ હતું તેમા સાગર રાજકોટમાં પણ દારૂના ગુન્હામાં ફરાર હતો.  આ અંગે પેરોલ ફરલોની ટીમે સાગરને પકડી થોરાળા પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.

(4:40 pm IST)