રાજકોટ
News of Friday, 27th April 2018

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ ધોરણ ૭ ના ૬૩૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી

રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારોના કલ્યાણ માટે ૧૨ જેટલા વિવિધ સેવાકીય પ્રોજેકટ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રદજેકટ દ્વારા લેવાયેલી પવેશ પરિક્ષાને અચૂતપુર્વ પ્રતિસાદસાંપડયો હતી ૬૩૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. કોર્પોરેશનની શાળાઓ તથા ખાનગી શાળાઓમાં ધો. ૭ માં ૮૫ ટકા કે તેથી વધુ માર્કસ મેેળવનાર વિધ્યાર્થી આ પ્રોજેકટમાં પસંદગી પામેવા પ્રવેશ પરિક્ષા આપવા હકદાર બને છે. આ પસંદગી પામેલ વિધ્યાર્થીઓને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષ્ણિક ખર્ચ ટ્રસ્ટ ભોગવશે. જે અંતર્ગત સ્કૂલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકા,  , શહેરના નોેટબુક,પેન્સીલ, બોલપેન, દફતર, યુનિફોર્મ, બુટમોજા તેમજ સાયકલ તથા મેડીકલ સુવિધા પણ ટ્રસ્ટ દ્વારા અપાશે. ૈણ્પરાંત વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ભવને કોચીંગ પણ આપવામાં આવશે. વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા  ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ધનસુખભાઇ ભંડેરી,મેયર   ડો.  . જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, શાસનાધિકારી દેવદતભાઇ પંડયા, શહેરના અગ્રણીઓ શ્રીમતિ આરતિબેન વિક્રાંત પાંડે, શ્રીમતિ સીમાબેન બંછાનિધિ પાની, શ્રીમતિ સંધ્યાબેન અનુપસિંહઙ્ગ ગેહલોત, કૃઁણાલ સ્ટ્રકચરના અરવિંદભાઇ દોમડીયા, નગર પ્રાથમિક શિણ સમિતિના કિરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, મુકેશભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ મહાનુભવોને આવકાર્યા હતા.

(4:27 pm IST)