રાજકોટ
News of Monday, 27th March 2023

રૂા. ૩પ લાખના ચેક રિટર્નના કેસમાં સંજય પ્‍લાસ્‍ટિકના માલીકને એક વર્ષની સજા

રાજકોટ તા. ર૭: ૩પ લાખના ચેક રિટર્ન કેસમાં સંજય પ્‍લાસ્‍ટિકના માલિકને એક વર્ષની સજા તથા ૩પ લાખ વળતર ચૂકવવાનો હુકમ અદાલતે કર્યો હતો.

આ કામની વિગતે ફરિયાદી પંકજ રબ્‍બરના માલિક અરવિંદભાઇ ખંડેકા પાસેથી સંજય પ્‍લાસ્‍ટિકના માલિક ભીખાભાઇ જાગાભાઇ હપલિયાએ ધંધાકીય સબંધથી રૂ. ૩પ લાખ હાથ ઉછીના મેળવી તેની પહોંચ કરી આપેલ જે રકમ ચૂકવવા માટે આરોપી ભીખાભાઇ હપલિયા એ ફરીયાદીને રૂ. ર૦ લાખ તથા રૂ. ૧પ લાખના એમ બે ચેકો લખી આપેલા જે બંને ચેકો અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ફરિયાદી દ્વારા તેમના વકીલ મારફત નોટિસ આપી અને ત્‍યારબાદ આરોપી વિરૂદ્ધ અદાલતમાં ધ નેગોસિયેબલ ૧૩૮ અન્‍વયે ફરીયાદ દાખલ કરેલ.

આ કેસ અદાલતમાં ચાલી જતાં ફરિયાદીના વકીલ દ્વારા રજુ થયેલ પુરાવાને ધ્‍યાને લઇ અને આરોપીએ આપેલ ચેક સહી કરીને આપેલ છે અને તે જવાબદારી પૂર્વક આપેલ છે અને ચેકના ઉપયોગની ગંભીરતાને ધ્‍યાને લઇ તેનાજ ફરિયાદીમાં એડવોકેટ રાજેન્‍દ્રસિંહ ડી. ગોહિલની દલીલ તથા ફરિયાદ પક્ષને લાગુ ચુકાદાઓ ધ્‍યાને લઇ અદાલતે આરોપી સંજય પ્‍લાસ્‍ટિકના માલિક ભીખાભાઇ જાગાભાઇ હપલિયાને તકસીરવાન ઠેરવીને એક વરસની સજા તથા રૂ. ૩પ લાખ ચેક મુજબનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.

આ કામે ફરિયાદી તરફે વકીલ તરીકે રાજેન્‍દ્રસિંહ ડી. ગોહિલ, કે. સી. ભટ્ટ, પ્રકાશ પરમાર, એચ. એમ. ડાભી રોકાયેલ હતા.

(4:59 pm IST)