News of Monday, 27th March 2023
જસદણના આધીયામાં સીડી પરથી પડી જતાં બધાભાઇ પરમારનું મોત
રાજકોટ તા. ૨૭: જસદણના આધીયા ગામે રહેતાં બધાભાઇ અમનુભાઇ પરમાર (ઉ.વ.૫૪) ૨૪મીએ બપોરે ઘરમાં સીડી પરથી પડી જતાં ઇજા થતાં સરધાર ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખાનગીમાં સારવાર અપાવાયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાતે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર બધાભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં અને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે ભાડલા પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
(4:53 pm IST)