રાજકોટ
News of Monday, 27th March 2023

૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધવલ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

સગીરની માતાની બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૨૭: શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરાવવાની લાલચ અહાપી ભગાડી જનાર શખ્‍સ સામે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા.૨૩ના રોજ પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. દરમ્‍યાન છ એક મહિના પહેલા સગીરા પાસેથી સાદો મોબાઇલ ફોન મળ્‍યો હતો. તે ફોન ન્‍યુશકિત સોસાયટી શેરી નં.૭માં રહેતો ધવલ દિપકભાઇ ચૌહાણે આપ્‍યો હતો. અને ધવલ સગીરા સાથે  ફોનમાં વાત કરતો હતો. તે બાબતે સગીરાના માતા પિતાએ ધવલના પરિવારજનોને આ બાબતે ઠપકો પણ આપ્‍યો હતો. અને સાદો ફોન સગીરાની માતાએ લઇ લીધો હતો. જેથી આ ધવલ સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા તેના ઘરે જઇ તપાસ કરતા ધવલ ચૌહાણ ઘરે હાજર ન હોઇ તેથી ધવલ સગીરાને ભગાડી ગયો હોવાનું જણાતા સગીરાની માતાએ બી-ડીવીઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધવલ ચૌહાણ સામે અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ.આર.જી બારોટે તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)