રાજકોટ
News of Saturday, 27th March 2021

વોર્ડ નં. ૨માં વેકિસનેશન સેન્ટરનો પ્રારંભ

ગીતગુર્જરી સોસાયટીમાં આવેલ શાળા નં. ૫૬ ખાતે કેન્દ્ર મંજુર કરાવતા ડો. દર્શિતાબેન શાહ, જયમીન ઠાકર, મનીષ રાઠોડ, મીનાબા જાડેજા

રાજકોટ તા. ૨૭ : વોર્ડ નં.૨માં આજુબાજુ વિસ્તારવાસીઓ માટે વેકસીનેશન સેન્ટર ન હોય તેથી તેઓએ વેકસીનેશન લેવા દુર જવું પડતું હતું. વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા આ વિસ્તારમાં વેકસીનેશન સેન્ટર શરૂ કરવા કમિશનરશ્રીને રજુઆત કરવામાં આવેલ જે રજુઆત અન્વયે  વોર્ડ નં.૨ની વોર્ડ ઓફીસ પાસે આવેલ ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલ ચાણકય સ્કુલ (શાળા નં-૫૬) માં વેકસીનેશન સેન્ટરની તાત્કાલિક મંજુરી આપવામાં આવેલ છે. આ વેકસીનેશન સેન્ટરનો પ્રારંભ પણ આજરોજથી કરવામાં આવેલ છે.   

વોર્ડ નં.૨ના વિસ્તારવાસીઓ તથા આજુબાજુના વિસ્તારવાસીઓ પણ આ વેકસીનેશન સેન્ટરનો લાભ લઇ શકશે. તેવું વધુમાં વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓએ જણાવેલ છે.     

આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૨ના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયેટા તથા યુવા ભાજપના મંત્રી પૃથ્વીસિંહ વાળા, લાલભાઈ પોપટ, ધર્મેન્દ્રભાઈ મીરાણી, ગુલાબસિંહ જાડેજા, હાર્દિકભાઈ બોરડ, અજયસિંહ જાડેજા, અંકીતભાઈ લાખાણી, મેહુલસિંહ જાડેજા, ભાગવતભાઈ શર્મા, ઉદયભાઈ સોમૈયા, પુષ્પકભાઈ જૈન, ગૌતમભાઈ વાળા, જેન્તીભાઈ બુધેલીયા, વિલાસગીરી, જે.ડી. ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:54 pm IST)