રાજકોટ
News of Friday, 27th March 2020

એનીમલ હેલ્પલાઇન દ્વારા પશુ પક્ષીઓની રાઉન્ડ ધ કલોક સેવા રાબેતા મુજબ ચાલુ

રાજકોટ તા. ૨૭ : કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષોથી રાજકોટમાં વિનામુલ્યે અબોલ પશુ પક્ષીઓની સારવારની સેવા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪,૨૫,૦૦૦ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા કરવામાં આવી છે.

હાલ કોરોનાના કારણે સર્જાયેલ આપતીજનક સ્થિતીમાં પણ આ સંસ્થાનું કાર્ય ગાઇડ લાઇનને અનુસરીને થોડી કાળજીઓ સાથે રાઉન્ડ ધ કલોક સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવ્યો છે.

છેલલા ૪ દિવસમાં ૫૦૦ જેટલા પશુ પક્ષીઓની સારવાર કરાઇ હતી. જરૂર હોય તેવા પશુ પક્ષીઓને રેસ્કયુની વ્યવસ્થા કરવામાં આવેલ. મુંજકા આશ્રમ પાસે વસતા શ્રમિકો - ગરીબોને પ કિલો ચોખા, ૩ કિલો ઘઉની ૩૦૦ જેટલી કીટનું વિતરણ દાતા અલ્પેશ ભાટીયાના સહયોગથી કરાયુ હતુ.

એનીમલ હેલ્પ લાઇનના ઘનશ્યામ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશ ઠકકર, મિતલ ખેતાણી, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશ શાહ, રજનીભાઇ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહીતનાઓની ટીમ આ કાર્ય સંભાળી રહી છે. આ લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ કયાંક કોઇને કોઇ પશુ પક્ષી બિમાર કે ઘવાયેલ અવસ્થામાં જોવા મળે તો મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ અથવા મો.૯૮૯૮૪ ૯૯૯૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:22 pm IST)