રાજકોટ
News of Friday, 27th March 2020

મજુરો હિઝરત ન કરે અને ખાનગી ડોકટરો કિલનીક ચાલુ રાખે : ગોવિંદભાઇ

સરકારની લોકડાઉનની અપીલમાં સૌને સહભાગી થવા કર્યો અનુરોધ

રાજકોટ, તા. ર૭ :  કોરોના વાયરસનું કહેર સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યો છે ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને દાદ આપીને અને અનુસરણ કરીએ તેમ એક નિવેદનમાં રાજકોટ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે હરિદ્વાર અને ગોકુલ મથુરા તેમજ મહારાષ્ટ્રની બોર્ડર પાસેે ફસાયેલા યાત્રાળુઓને કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઇ માંડવીયા અને રાજય સરકારના મુખ્યમંત્રી ગૃહ મંત્રીશ્રી ની મદદથી ગુજરાત પહોંચાડી શકયા છીએ. મજુરો જે હિઝરત કરીને જઇ રહ્યા છે. તેઓ શાંતિ રાખે અને જયાં કામ કરે છે ત્યાં જ રહે તેમની મુશ્કેલી સમજીને સરકાર મદદ કરશે.

હાલમાં રાજકોટના ખાનગી પ્રેકિટશ કરતા ડોકટરો પોતાના કલીનીક બંધ કરીને ઘરે બેઠા છે તે આ કપરા સમય માટે સારૂ નથી આપણી સૌની ફરજ છે. હાલમાં સરકારી હોસ્પિટલો સામાન્ય દર્દવાળા દર્દીઓથી ઉભરાઇ રહી છે જેનો ઇલાજ માત્ર આપણે સૌ આપણા કલીનીક ઉપર હાજર રહી ફરજ બજાવો તે છે દરેક ડોકટરો સરકારની આ અપીલ ધ્યાને લઇ ફરજ બજાવે તેવી અંતમાં ગોવિંદભાઇએ વિનંતી કરી લોકડાઉનની આ અપીલમાં સૌએ સહભાગી થવા જણાવ્યું છે.

(3:51 pm IST)