રાજકોટ
News of Friday, 27th March 2020

હજારો મજૂરોને કારખાનેદારો ૧પ દિ' રહેવા-જમવાની સગવડ આપશેઃ મજૂરોને ઘરોમાં જ રાખવા આદેશો

કલેકટરે ઇન્ડસ્ટ્રીયલ એસો. બીલ્ડરોને તાકિદ કરીઃ નાયબ મુખ્યમંત્રીની હોસ્પીટલ સુવિધા અંગે વીસી ચાલુ

રાજકોટ તા. ર૭: ગઇકાલે હજારો મુસાફરો રાજકોટથી પગપાળા દાહોદ-ગોધરા-વતન તરફ પગપાળા જવા નીકળી પડતા તંત્રને દોડધામ થઇ પડી હતી.

દરમિયાન કલેકટરે આજથી શ્રમીકોના રાજકોટ જીલ્લા બહાર જવા ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ આજે ઇન્ડસ્ટ્રીયલ એસો. તથા બીલ્ડર એસો.ને કે રાજય બહાર વતનમાં રવાના કરાયા હોવાનું બહાર આવ્યું છે.

મજુરોને રવાના કરાયા તે પહેલા તમામને ભોજન પુરૃં પડાયું હતું. બે દિ'માં કુલ પ હજાર શ્રમીકોને જમાડવામાં આવ્યા હતા.

હવે આજથી બધું બંધ કરી દેવાયું છે, પરંતુ ગઇકાલે સેંકડો-હજારો મજૂરો એકઠા થઇ જતા લાઇનો લાગતા જોખમ વધી ગયું હતું. અત્રે એ ઉમેરવું જરૂરી કે અમુક તો ર૦-ર૦ કિ.મી. ચાલીને પસાર થતા હતા, કાંખમાં બાળકો-માથા ઉપર પોટલા જોઇ અધીકારીઓ પણ રડી પડયા હતા. ગઇકાલે કુવાડવા પાસે છાયણી ઉભી કરી તમામનું ચેકીંગ કરાયું હતું.

(3:37 pm IST)