ક્રિકેટ રમવાની ના પાડી પાડોશી નારણ પરમાર સહિતે પ્રભાબેન અને તેના પુત્રને માર માર્યો
ગાંધી સ્મૃતિ સોસાયટીનો બનાવઃ નારણ પરમાર, પત્નિ મંજુલા ઉર્ફે મંજુ તથા બે પુત્રો શુભમ અને રણધીર સામે ગુન્હો
રાજકોટ, તા. ૨૭ :. કુવાડવા રોડ પર આવેલી ગાંધી સ્મૃતિ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે પાડોશીને ગાળો આપવાની ના પાડવા માટે સમજાવવા ગયેલી રજપૂત મહિલા અને તેના પુત્રને પાડોશી પરિવારે માર માર્યાની ફરીયાદ થઈ છે.
મળતી વિગતો મુજબ ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નં. ૨ મા રહેતા પ્રભાબેન ભગવાનજીભાઈ ડોડીયા (ઉ.વ.૫૯) ગઈકાલે પોતાના ઘરે હતા અને તેનો પુત્ર અને ભત્રીજો શેરીમાં ક્રિકેટ રમતા હતા ત્યારે પાડોશી નારણ કડવાભાઈ પરમાર બાઈક લઈને આવ્યો હતો અને પ્રભાબેનના પુત્રને ક્રિકેટ રમવાની ના પાડી, ગાળો આપવા લાગેલ. દેકારો બોલતા જ પ્રભાબેન ઘરની બહાર આવી નારણભાઈને સમજાવતા નારણ તથા તેની પત્નિ મંજુલા ઉર્ફે મંજુ પરમાર તથા તેના બે પુત્રો રણધીર અને શુભમે આવી પ્રભાબેન સાથે ઝઘડો કરી લાકડી તથા ઢીકાપાટુનો માર મારી ઈજા કરી હતી. બનાવ અંગે પ્રભાબેને બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઈ કે.યુ. વાળાએ તપાસ હાથ ધરી છે.