રાજકોટ
News of Wednesday, 27th March 2019

રાવકીમાં શૈલેષ બગડાએ ઝેરી પાવડર પીધો

રાજકોટ તા. ૨૭: લોધીકાના રાવકી ગામે રહેતો શૈલેષ રવજીભાઇ બગડા (ઉ.૩૬) નામનો વણકર યુવાન ઘઉંમાં રાખવાનો પાવડર પી જતાં ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં શૈલેષને એક પુત્ર અને એક પુત્રી છે. ગૃહકલેશને કારણે આ પગલુ ભર્યાની શકયતા તેના સગા જયદિપભાઇએ જણાવી હતી. સારવાર બાદ સવારે રજા અપાઇ હતી.

(3:52 pm IST)