રાજકોટ
News of Wednesday, 27th March 2019

સદર મોટી ટાંકી ચોકમાં પાણીનો વાલ્વ તુટતાં હજારો લીટર પાણી વેડફાયુ : નદી વહીઃ રસ્તો તુટયો

વહેલી સવારે પાા વાગ્યે વાલ્વ તુટયોઃ ૧૦ વાગ્યા સુધી બેફામ પાણી રોડ પર વહયું: ૧૧ વાગ્યાથી વાલ્વનું રીપેરીંગ થતા પાણી વિતરણ થઇ શકયું:

 

રસ્તાઓમાં નદી વહીઃ સદર મોટી ટાંકી ચોકમાં પાણીનો વાલ્વ તુટતા રસ્તા પર પાણીની નદી વહી હતી તે દર્શાય છે. ત્થા વાલ્વનું રીપેરીંગ શરૂ કરાયેલ તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૭ : હાલમાં ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે પાણીની જરૂરિયાત વધી છે અને આવા સમયે જ કિંમતી પાણી વેડફાઇ જતા અરેરાટી ફેલાઇ છે કેમ કે આજે સવારે વોર્ડ નં.૭માં સદર-મોટી ટાંકી ચોકમાં પાણીની લાઇન તુટતા હજારો લીટર પાણી વેડફાયુ હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે પ-૩૦ વાગ્યા આસ-પાસ સદર મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલ પાણી વિતરણનો મુખ્ય વાલ્વ જોઇન્ટ તુટી જતા પાણીનો ધોધ શરૂ થઇ ગયો હતો અને આ પાણીનો ધોધ સતત ૧૦-૩૦ વાગ્યા સુધી ચાલુ રહેતા  આ પાણી સદર વિસ્તારની શેરીઓમાં પાણીની નદીઓ વહી હતી પરિણામે ડામર રોડ તુટી ગયો હતો અને તેના ખાડામાં વાહન ફસાઇ ગયાની ઘટના બની હતી આમ પાણીને કારણે રસ્તાના નબળા કામની પોલ- પણ છતી થઇ હતી.

દરમિયાન આ બાબતે વોર્ડના ઇજનેર શ્રી પટેલીયાને જાણ થતા તેઓએ તાબડતોબ વાલ્વનું રીપેરીંગ કરાવ્યું હતું જેના કારણે આ વિસ્તારમા પાણીનું વિતરણ સમયસર થઇ શકયું હતું

(3:38 pm IST)